બાળક ત્યજીને પુન: સ્વીકારવાના કેસમાં નવો ખુલાસો

વડોદરા શહેર(Vadodara)માં ગત બે દિવસ અગાઉ ખાસવાડી સ્મશાન રોડ ખાતે આવેલા વિશ્વામિત્રી નદીના બ્રિજ પર કડકડતી ઠંડીમાં નવજાત શિશુને પ્લાસ્ટીકની થેલીમાં ત્યજી દેવામાં આવેલ બાળકના કિસ્સામાં પોલીસે ગણતરીના કલાકોમાં નવજાત શિશુના પરિવારને શોધી કાઢ્યો હતો. આ અંગે નવો ખુલાસો સામે આવ્યો છે. યુવકે કહ્યું હતું કે તેમની પ્રસુતિ રીક્ષામાં થઇ હતી. પરંતુ પોલીસે વધુ સઘન તપાસ કરતા જાણ થઈ છે કે યુવતીની પ્રસૂતિ રીક્ષા નહીં પણ દાયણના ઘરે થઈ હતી.

શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવાનના તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સબંધો હતો. તેની સાથે લગ્ન થવાના હતા તે અગાઉ શારિરીક સબંધો બંધાતા યુવતી ગર્ભવતી થઇ ગઈ હતી અને ગર્ભવતી યુવતીને પ્રસવની પીડા ઉપડતા પ્રેમી યુવક તેને મોપેડ ઉપર તુલસીવાડીમાં રહેતી દાયણના ઘરે લઇ ગયો હતો. તે સમયે ઘરમાંજ પ્રસુતિ થઇ ગઇ હતી. જોકે યુવક પ્રેમી એ પોલીસને ગેરમાર્ગે દોરવા બાળકનો જન્મ રીક્ષામાં થયો હોવાની કેફિયત જણાવી હતી. કારેલીબાગ પોલીસે નવજાત શિશુને ત્યજી દેનાર યુવાનની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે યુવકને જામીન ઉપર મુકત કર્યો હતો.

DNA ટેસ્ટનો રિપોર્ટ 4 દિવસમાં આવશે
જે બાળક ત્યજી દેવાયું છે તે યુગલનું જ છે તે કોર્ટમાં સાબિત કરવું પડશે અને આ માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ ચાર દિવસમાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યાં
તુલસીવાડી દાયણના ઘરેથી બાળક અને યુવતીને રીક્ષામાં યુવાન લઇ ગયો હતો. આ અંગેની યુવાનની કેફિયતના પગલે પોલીસે CCTV કેમેરાના ફૂટેજ જપ્ત કર્યા હતાં. જેમાં યુવાન રીક્ષામાં યુવતીને લઇ જતો દેખાય છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.