રાજ્યમાં 8 મહિનામાં રાજ્યના 88 લાખથી વધુ બાળકોની સ્વાસ્થ્ય ચકાસણી

બાળકોને 4D ( બર્થ ડિફેક્ટ, ડેવપલમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી) માટે મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા ચકાસણી કરવામામં આવે છે. રાજ્યમાં 1 હજાર જેટલી RBSK મોબાઇલ હેલ્થ ટીમ કાર્યરત . શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એપ્રિલ-2022થી 19 જાન્યુઆરી 2023માં સુધીમાં રાજ્યના 88 લાખ 49 હજાર 809 બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ – સ્ક્રીનીંગ કરવામાં આવી છે. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતા સ્ક્રીનીંગ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 6 લાખ 47 હજાર 502 બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

સુરત જિલ્લામાં 165 ટકા કામગીરી પૂર્ણ કરાઇ
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લામાં ૪.૬૪ લાખ,સુરત કોર્પોરેશનમાં 4.53 લાખ,કચ્છમાં 4.44 લાખ, અમદાવાદ કોર્પોરેશનમાં 3.92 લાખ, મહેસાણામાં 3.90 લાખ,આણંદમાં 3.87 લાખ , રાજકોટમાં 3.27 લાખ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. રાજ્યાના કેટલાક જિલ્લાઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સ્ક્રીનીંગના નિર્ધારિત લક્ષ્યાંકના 100 ટકાથી વધુ પુર્ણ કર્યા છે. જેમાં સુરત જિલ્લામાં સર્વશ્રેષ્ઠ 165 ટકા કામગીરી થઇ છે. રાજ્યના 88.49 લાખ સ્ક્રીનીંગ થયેલ બાળકોમાંથી 3195 જેટલા બાળકોમાં કિડની, હ્રદય, કેન્સર જેવી વિવિધ બિમારીઓનું નિદાન થયું હતુ. જેની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે.

ગંભીર બીમારીથી પીડાતા 2500 બાળકોને સારવાર અપાઈ
2110 બાળકોની હૃદયરોગ સંબધિત સારવાર, 724 કિડનીની સારવાર, 337 કેન્સરની સારવાર આપવામાં આવી છે.13 બાળકોના કીડની ટ્રાન્સપ્લાન્ટ, 10 બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને 1 બાળકના લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર પણ આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરીને બાળકોને લાભ આપવામાં આવ્યો છે. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના 0 થી 18 વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઇ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગણવતા સભર સેવાઓ રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે.

1 હજાર મોબાઈલ હેલ્થ ટીમ કાર્યરત
શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુથી 6 વર્ષના આંગણવાડીના બાળકો, ધો.1 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે. રાજ્યમાં કુલ 1 હજાર જેટલી RBSK(રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે.દરેક ટીમમાં બે આયુષ ડોક્ટર (મેલ અને ફિમેલ) એક ફાર્માસીસ્ટ અને એક સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સમાવેશ થાય છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.