બ્રિટિશ સાંસદ ગુસ્સે, કહ્યું- આ ભારતીય લોકશાહીનું અપમાન છે

બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ રામી રેન્જરે બુધવારે પોતાના ટ્વીટમાં BBC પર નિશાન સાધ્યું હતું. BBCએ તેની નવી શ્રેણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. જે બાદ બ્રિટિશ સાંસદ લોર્ડ રામી રેન્જરે BBC પર પક્ષપાતી રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને ભારતના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે BBCની ટીકા પણ કરી હતી. લોર્ડ રામી રેન્જરે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે “BBC ન્યૂઝ, તમે ભારતના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને ભારતના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન, ભારતીય પોલીસ અને ભારતીય ન્યાયતંત્રનું પણ અપમાન કર્યું છે.”

ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ બ્રોડકાસ્ટર BBCએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામના બે ભાગમાં એક નવી સીરિઝ બનાવી છે. આ શ્રેણીમાં પીએમ મોદી અને ભારતના મુસ્લિમો વચ્ચે તણાવની વાત કરવામાં આવી છે. આ સાથે ગુજરાત રમખાણોમાં પીએમ મોદીની કથિત ભૂમિકા અને રમખાણોમાં હજારો લોકોના મોતને લઈને પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BBC સીરિઝમાં દેશની મુસ્લિમ વસ્તી પ્રત્યે મોદી સરકારના વલણ, કથિત વિવાદાસ્પદ નીતિઓ, કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના નિર્ણય અને નાગરિકતા કાયદાને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં મુસ્લિમો પર હિંદુઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે.

BBC આ રિપોર્ટને લઈને ભારતીય મૂળના લોકોના નિશાના હેઠળ આવી છે. તેમની નવી શ્રેણી અંગે લોકોનું કહેવું છે કે, BCCએ 1943ના બંગાળના દુષ્કાળ પર પણ શ્રેણી બનાવવી જોઈએ. જેમાં 30 લાખથી વધુ લોકો ભૂખમરા અને બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. એક ટ્વિટર યુઝરે લખ્યું કે બીબીસીએ યુકેઃ ધ ચર્ચિલ ક્વેશ્ચન નામની શ્રેણી પણ બનાવવી જોઈએ.

વિન્સ્ટન ચર્ચિલે વિશ્વ યુદ્ધ દરમિયાન પશ્ચિમ મોરચા પર તૈનાત સૈનિકો માટે ભારતમાંથી અનાજ મોકલ્યું હતું. જેના કારણે ભારતમાં દુકાળની સ્થિતિ સર્જાઈ હતી અને લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. અન્ય એક ટ્વિટર યુઝરે BBCને બ્રિટનની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, ભારત તાજેતરમાં બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.