
શ્રી મદનમોહન પ્રભુનો ભવ્ય છપ્પનભોગ અને ચી. ગો. શ્રી કૃષ્ણરાયજી મહોદયશ્રીનો શુભ યજ્ઞોપવિત
પોરબંદરના આંગણે આનંદોત્સવ: શ્રી મદનમોહન પ્રભુનો ભવ્ય છપ્પનભોગ મહોત્સવ અને પૂજ્ય ગોસ્વામી શ્રી વસંતરાયજીના લાલજી ચી. ગોસ્વામી શ્રી કૃષ્ણરાયજી મહોદયશ્રીનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ હોય તારીખ ૨૨-૨૩/૦૧/૨૦૨૩ ને સોમવારે ચી. ગોસ્વામી શ્રી કૃષ્ણરાયજી મહોદયશ્રીની બિનેકી એટલે કે યજ્ઞોપવિત મનોરથ છે. આ મનોરથમાં ખાસ આમંત્રિત મોંઘેરા મહેમાનોમાં શ્રીનાથજી મંદિરના ગાદીપતિ પૂજ્ય ગોસ્વામી શ્રી વિશાલ બાવા મહોદયશ્રી ખાસ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત શ્રી વલ્લભકુળના સાતેય ગાદીપતિ બાલકો ઉપસ્થિત રહેનાર છે, આ સહિત સાંદિપની વિદ્યાનિકેતનના પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, શ્રી સ્વામિનારાયણ મંદિર પોરબંદરના પૂજ્ય શ્રી ભાનુપ્રકાશજી, રાજ્યના સાંસ્કૃતિક કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ અનેકવિધ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે, જાણવા મળતી વિગતો પ્રમાણે માનનીય રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હોય તેઓ પણ કદાચ આ મનોરથના મહેમાન બનનાર છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button