
રાખી સાવંતની માતાની કેન્સરની સારવારમાં મદદ કરી રહ્યા છે મુકેશ અંબાણી
બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાંવત હાલમાં પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. થોડાક દિવસ પહેલા અચાનક જ તેને પોતાના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કરીને તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. બીજી તરફ રાખીની માતાને કેન્સર બાદ બ્રેન ટ્યૂમર થયું છે અને હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં જ રાખી એ તેની માતાની બીમારી વિશે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે મુકેશ અંબાણી તેની માતાની સારવારમાં મદદ કરી રહ્યા છે.
રાખીએ પોતાની માતાની બિમારી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મારી માતા કોઈને ઓળખી શકતી નથી. માતા બરાબર જમી પણ નથી શકતી. તેમની અડધાથી વધુ બોડી પેરેલાઇઝ થઇ ગઇ છે.’ આગળ વાત કરતા રાખી ભાવુક થઇ ગઇ હતી અને કહ્યું હતું કે, ‘હું અંબાણીજીનો દિલથી આભાર માનવા માંગુ છું. અંબાણીજી મારી માતાની સારવારમાં મદદ કરી રહ્યા છે. હોસ્પિટલમાં જે મોંઘી સારવાર છે તે મારા માટે ઓછી કરાવી રહ્યા છે.’
રાખીએ જણાવ્યું હતું કે તેની માતાને બે માસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો તેની પર્સનલ લાઇફની વાત કરીએ તો હવે આદિલે રાખી સાથેના લગ્ન સ્વીકારી લીધા છે. રાખીએ કહ્યું હતું કે, સલમાન ખાને આદિલને સમજાવ્યો છે અને તેના જોડે વાત કરી છે. આદિલે હવે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button