‘એક ખાકી, સૌ શૈતાન’ ‘ભોલા’ માંથી તબ્બુનો લુક આવ્યો સામે

ફિલ્મ ‘કુત્તે’ થી લોકોનું મનોરંજન કર્યા બાદ તબ્બુ પોતાની આગામી ફિલ્મ ‘ભોલા’ ને લઇને ચર્ચામાં છે. અજય દેવગને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં તબ્બુને ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવી છે.

આ ફિલ્મનું ટીઝર 22 નવેમ્બરે રિલીઝ થયું હતું. જેમાં અજય દેવગન હાથમાં શ્રીમદ ભાગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવતો જોવા મળ્યો હતો. આ લુક ચાહકોને ઘણો ગમ્યો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અજય દેવગન સાથે તબ્બુની એકસાથે આ 9મી ફિલ્મ હશે
‘ભોલા’ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જેમાં અજય દેવગન એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા અજય દેવગન જ છે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસ પહેલા જ રીલિઝ થયું હતું. અજય દેવગને શેર કરેલા ફિલ્મના નવા ટીઝરમાં તબ્બુનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. તે કહે છે કે, “આજ રાત યા વો હમે ઢૂંઢ લેગા યા હમે ઉસે, બંદૂક કી નોકરી કી હૈ ગોલી તો ખાની પડેગી.” આ ફિલ્મને અજય દેવગનના કરિયરની અત્યાર સુધીની સૌથી એડવેન્ચરસ ફિલ્મ માનવામાં આવી રહી છે. તેને વન મેન આર્મીની કહાની તરીકે બતાવવામાં આવી છે જે જુદા જુદા રૂપમાં માણસો સાથે લડે છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે તબ્બુની કેમેસ્ટ્રી ફરી એકવાર દર્શકોને જોવા મળશે. બંનેની એકસાથે આ 9મી ફિલ્મ હશે.

30 માર્ચ, 2023ના રોજ રિલીઝ થશે ‘ભોલા’
અજય દેવગન અને તબ્બુ સ્ટારર આ ફિલ્મ 30 માર્ચ, 2023ના રોજ 3Dમાં રિલીઝ થશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરતા અજયે કેપ્શનમાં લખ્યું હતું કે – ‘એક ચટ્ટાન, સૌ શૈતાન’. ઇસ કલયુગ મેં આ રહા હૈ ભોલા, 30 માર્ચ 2023. આ ફિલ્મના મોટા ભાગના ભાગનું શૂટિંગ બાબા ભોલેના શહેર વારાણસીમાં કરવામાં આવ્યું છે. કાશીના સેટ પરથી અજય દેવગન અને ટીમની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.