
મધ્યમ વર્ગની દીકરીની અનોખી સિદ્ધિ
પરિશ્રમથી કોઈ પણ સિદ્ધિ હાસલ કરી શકાય છે તે વાતને ખરા અર્થમાં સુરતની 24 વર્ષીય ધ્રુવી જસાણીએ સાર્થક કરી બતાવી છે. સુરતની ધ્રુવી જસાણીની નાસાના પ્રોગ્રામમાં સ્પેસ આર્કિટેકના અભ્યાસ માટે પસંદગી થઇ છે. એક સામાન્ય પરિવારમાંથી આવતી ધ્રુવી આના માટે છેલ્લા 6 વર્ષથી મહેનત કરતી હતી અને આખરે અથાગ પરિશ્રમથી તેણે આ સિદ્ધિ હાસંલ કરી છે.
સુરતની મધ્યમ વર્ગની ધ્રુવી જસાણીની અમેરિકા સ્થિત નાસા યુનિવર્સિટીમાં સ્પેસ આર્કિટેક અભ્યાસક્રમમાં પસંદગી પામી છે. ધ્રુવી કિશોરભાઈ જસાણીએ અવકાશયાત્રીઓ માટે સુવિધા ઉભી કરાવવા માટેના પ્રોજેક્ટના અભ્યાસક્રમાં પ્રવેશ મેળ્યો છે. ધ્રુવીના પિતા હેન્ડલુમના વ્યવસાય સાથે જ્યારે તેની માતા ઘરકામ કરે છે જ્યારે ભાઇ-બહેન અભ્યાસ કરી રહ્યાં છે. નાસા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પસંદગી થતાં પરિવાર અને સુરતવાસીઓમાં ખુશીનો માહોલ છે.

મિશનમાં સ્પેસ આર્કિટેકનો અભ્યાસક્રમ ભણશે
સુરતના ઉતરાયણ વિસ્તારમાં રહેતી ધ્રુવી જસાની હવે અમેરિકાના નાસા યુનિવર્સિટીમાં સ્પેસ આર્કિટેક અભ્યાસક્રમ ભણશે. હાલમાં જ તેની પસંદગી થવા પામી છે પરિવાર અને સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની બાબત છે. ધ્રુવીની પસંદગી થતા શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાએ પણ તેને મળવા ગયા હતા અને અભિવાદન આપ્યા હતા. ધ્રુવી જસાણીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેને નાસાના મંગલ અને ચંદ્ર પર સંશોધન મિશનમાં સ્પેસ આર્કિટેક જે અભ્યાસક્રમ હોય છે. તેમાં તે હવે ભણશે.
અવકાશયાત્રીઓને સુવિધા પૂરી પાડવાની ઉપલબ્ધી હાંસલ કરી
સુરતની દીકરી ધ્રુવી જસાણી જોકે દેશ લેવલની વાત કરીએ તો માત્ર એક જ દીકરી પ્રથમ આવી અને વિશ્વ લેવલે અગ્રેસર એવી નાસા યુનિવર્સિટીમાં સ્થાન પામ્યું હતું. હવે તે આગામી દિવસોમાં અમેરિકા ખાતે નાસામાં જશે. જોકે ધ્રુવીએ જે સિદ્ધિ હાંસલ કરી તેમાં જે સ્પેસ યાત્રીઓ અવકાશમાં જતા હોય છે તેને સુવિધાઓ પુરી પાડવાની હોય છે તે માટેની ઉપલબ્ધી હાંસલ કરી હતી. જેમાં અવકાશ યાત્રીઓ અનેક મહિનાઓ સ્પેસમાં પસાર કરે છે અને સિવિધાઓ ન મળવાથી જે સંશોધનો કરવામાં હોય તે પૂર્ણ થઈ શકતા નથી. જે માટેનું નવી જ રીતે શોધી કાઢતા હવે અનેક ઉપલબ્ધી મળી શકશે.
3 થી 4 કલાકની જ ઊંઘ લઇ શકાતી હતી
ધ્રુવીએ જણાવ્યું હતું કે નાનપણથી જ રીચર્સ જેવા વિષયમાં ખુબ જ રસ હતો. અહી સુરતમાં આર્કિટેકના અભ્યાસ સાથે નાસાના આ પ્રોગ્રામ માટે તૈયારીઓ કરતી હતી. નાસાની સૂચિત વેબસાઈટ પર લેકચર કર્યા હતા. ટાઈમઝોનને કારણે અહી રાતે 10 થી 3 કે 4 વાગ્યા સુધી લેકચર ચાલતા હોવાથી 3 થી 4 કલાકની જ ઊંઘ લઇ શકાતી હતી. આ તૈયારીઓ અંગે પરિવારને સરપ્રાઈઝ આપવા 6 વર્ષથી મહેનત કરતી હતી.
શિક્ષણમંત્રીએ શુભેચ્છા પાઠવી
સુરતની દીકરીએ સમગ્ર દેશનું નામ રોશન કરતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ધ્રુવીના ઘરે પહોંચ્યા હતા અને શાલ ઓઢાડી અને ગુલદસ્તો આપી સન્માનિત કરી હતી. ધ્રુવીને નવી કારકિર્દી વિશે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે એક માધ્યમ વર્ગમાંથી આવતી દીકરીએ અદભુત સિદ્ધિ હાંસલ કરી છે અને ધ્રુવીના પિતા હેન્ડલુમના વ્યવસાય સાથે સંકલયેલા છે અને માતા ઘર કામ કરે છે. માત્ર શિક્ષા એ જ જીવનનો લક્ષ્ય સમજીને ધ્રુવી આજે નાસામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને લઈને શિક્ષણ મંત્રીએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા. ધ્રૂવી ખૂબજ આગળ વધે અને અન્ય યુવતીઓ પણ તેમાંથી પ્રેરણા લઇને આગળ વધે તેવો સંદેશો પાઠવ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button