
જેસીઆઈ અને પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ
કમલાબાગથી રાણીબાગ સુધી રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનિઓ જોડાઈ, પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે તેના ભાગરૂપે લોકોમાં ટ્રાફિક અને સડક સુરક્ષા બાબતે જાગૃતિ લાવવાના હેતુ સાથે કમલાબાગથી રાણીબાગ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં બાલુબા કન્યા વિધાલયની વિધાર્થીનીઓ વિશાળ સંખ્યામાં જોડાઈ હતી. રેલીની સાથે જિલ્લા ટ્રાફિક પોલીસના વાહનો અને આરટીઓ તથા જેસીઆઈ પોરબંદરના સભ્યો પણ જોડાયા હતા.
રેલીને સફળ બનાવવા ટ્રાફિક પીઆઈએસ કે.બી.ચૌહાણ, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ સાહિલ કોટેચા, પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચા અને ટ્રાફીક પોલીસના સ્ટાફે તથા બાલુબા સ્કૂલના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button