RRRએ જીત્યો બેસ્ટ ફોરેન ફિલ્મ અને નાટૂ નાટૂ માટે બેસ્ટ સોન્ગનો એવોર્ડ

28મા ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સ (Critics Choice Awards 2023)નું આયોજન સોમવારે થયું અને ફરી એકવાર SS રાજામૌલીની RRRએ ભારતને ગૌરવ અપાવ્યું છે. ફિલ્મે બે એવોર્ડ મેળવ્યા છે. RRRને નાટૂ નાટૂ માટે શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ તેમજ વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આરઆરઆરને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ચિત્ર (પિક્ચર) અને શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મે અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ પર વિજય મેળવ્યો હતો.

રાજામૌલીએ એવોર્ડ સ્વીકારતા કહ્યું કે…
દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ એવોર્ડ સ્વીકારતી કરતી વખતે કહ્યું, “હું મારા જીવનમાં હાજર મહિલાઓનો આભાર માનીશ. મારા મમ્મી માનતા હતા કે, સ્કૂલ એજ્યુકેશન ઓવરરેટેડ છે. તેમણે મને કોમિક્સ અને સ્ટોરી બુક્સ વાંચવા પ્રોત્સાહિત કર્યો. મારામાં જે ક્રિએટિવિટી છે, તેનો શ્રેય તેમને આપવો પડે. તે સાથે હું મારી વાઈફ અને દીકરીનો પણ આભાર માનું છું.”

રીહાન્નાના ગીતને માત આપીને જીત્યો હતો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
તે વખતે રીહાન્નાની લિફ્ટ મી અપની સ્પર્ધા હોવા છતાં નાટૂ નાટૂએ શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આનાથી માર્ચમાં ઓસ્કારમાં RRRની તકો વધુ મજબૂત બને છે, વાસ્તવમાં માત્ર નામાંકિત થવાની જ નહીં, પણ પ્રખ્યાત ગોલ્ડન ટ્રોફી જીતવાની પણ.બીજી તરફ, રિયાન જ્હોન્સનની મર્ડર મિસ્ટ્રી Glass Onion: Knives Outને બેસ્ટ કોમેડી અને કોરિયન સીરિઝ પચિન્કોએ શ્રેષ્ઠ વિદેશી ભાષા સીરિઝનો એવોર્ડ જીત્યો હતો. એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સે પણ અનેક એવોર્ડ જીત્યા છે.

ગીત બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બર, 2022 ના રોજ 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહ માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ જીત્યા બાદ એસએસ રાજામૌલી જુનિયર એનટીઆર, રામ ચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગન ખૂબ જ ખુશ છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.