
12 દિવસમાં 5.4 સેન્ટીમીટર જમીનની અંદર ધસી ગયું જોશીમઠ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અહેવાલ મુજબ ઉત્તરાખંડના જોશીમઠ (Joshimath)માં માત્ર 12 દિવસમાં 5.4 સેન્ટીમીટર જમીનની અંદર ધસી ગયું છે. ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે, 27 ડિસેમ્બર અને 8 જાન્યુઆરીની વચ્ચે નગર 5.4 સેમી ડૂબી ગયું હતું. (ISRO Satellite Images of Joshimath)
ISRO Satellite Images of Joshimath. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અહેવાલ મુજબ ઉત્તરાખંડના જોશીમઠ (Joshimath)માં માત્ર 12 દિવસમાં 5.4 સેન્ટીમીટર જમીનની અંદર ધસી ગયું છે. ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે, 27 ડિસેમ્બર અને 8 જાન્યુઆરીની વચ્ચે નગર 5.4 સેમી ડૂબી ગયું હતું. (ISRO Satellite Images of Joshimath)
સેન્ટ્રલ જોશીમઠમાં આર્મી હેલિપેડ અને મંદિરની આસપાસના વિસ્તારમાં માટીનું ઝડપી સ્થળાંતર થયું. ISROના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “ઘટાડાનો તાજ 2,180 મીટરની ઉંચાઈએ જોશીમઠ-ઓલી રોડ નજીક સ્થિત છે.”
સ્પેસ એજન્સીએ એ પણ શોધી કાઢ્યું છે કે, અગાઉના મહિનાઓમાં જોશીમઠમાં ભૂસ્ખલનનો દર ઘણો ઓછો હતો. ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બરની વચ્ચે જોશીમઠ 9 સેન્ટીમીટર ધસી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આ ફોટોઝ Cartosat-2S સેટેલાઇટ દ્વારા લેવામાં આવ્યા છે.

CM ધામીએ કેબિનેટની બેઠક બોલાવી
રાજ્યની પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) સરકાર જોશીમઠ ભૂસ્ખલન (Joshimath Sinking) હોનારત પીડિતોને મોટી રાહત આપી શકે છે. શુક્રવારે યોજાનારી વિશેષ કેબિનેટ બેઠકમાં જોશીમઠના ભાવિ અંગેનો રોડમેપ જારી કરવામાં આવશે. સરકારની કવાયત નવા તેહરીની તર્જ પર નવું જોશીમઠ સ્થાપવાની છે.

જોશીમઠ પુનર્વસન અને રાહત પેકેજ પર નિર્ણય
આ અંગે વહીવટી કક્ષાએથી જમીનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગુરુવારે સચિવાલય સ્થિત મીડિયા સેન્ટરમાં જોશીમઠની નવીનતમ સ્થિતિ વિશે માહિતી આપતા, સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટે પણ આનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, જોશીમઠમાં આપત્તિગ્રસ્ત લોકો માટે પુનર્વસન અને રાહત પેકેજ અંગે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવશે કે નવા જોશીમઠની સ્થાપના ક્યાં કરવામાં આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button