
હાઇવે પર ગમખ્વાર અકસ્માત; બસ-ટ્રકની ટક્કરમાં 10ના મોત
મહારાષ્ટ્રના શિરડીમાં પરોઢિયે એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં શિરડી હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 10 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસમાં સાઇબાબાના દર્શનાર્થીઓ સવાર હતા
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના નાસિક-શિરડી હાઇવે પર થઇ હતી. બસ સાઇ બાબાના દર્શનાર્થીઓને લઈ જઈ રહી હતી. બસમાં 50 લોકો સવાર હતા. તેમાંથી 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button