
પોરબંદરને આંતરરાષ્ટ્રીય ગર્વ અપાવે તેવી પ્રતિભા મહેક અને દિવા
પોરબંદરની નેવી ચીલ્ડ્રન સ્કૂલમાં અભ્યાસ કરતી અને ત્રણ ત્રણ વિજ્ઞાન પ્રદર્શનમા ભાગ લઈ ચૂકેલી કુ. મહેક રાકેશભાઈ કક્કડ અને કુ. દિવા સંદીપભાઈ સોની આવતા દિવસોમાં પોરબંદરને આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવે તેવી પ્રતિભા ધરાવે છે, ભારતના નૌકદળ સંચાલિત નેવી ચીલ્ડ્રન સ્કૂલમાં આ બંને પ્રતિભાઓ અભ્યાસ ગ્રહણ કરી રહી છે. અભ્યાસની સાથે સાથે બંને બાળકીઓ ભરતનાટ્યમ જેવી અઘરી કલાની પણ આરાધના કરી રહ્યા છે અને ભરતનાટ્યમના વિવિધ આયામોના સ્ટેજ શો પણ કરી ચૂકી છે. સવિશેષ બંને બાળકીઓ ડ્રોઈંગ પેન્ટિંગ માં પણ પોતાની આગવી પ્રતિભા વિકસાવી રહ્યા છે.
તાજેતરમાં પોરબંદરની શ્રી રામબા શિક્ષણ તાલીમ ભવન આયોજીત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ના બે દિવસીય વિજ્ઞાન મેળામાં તેની કૃતિ મુકાયેલ હતી જેને સહુથી વધુ મુલાકાતીઓએ નિહાળી હતી.
પ્રસ્તુત પ્રદર્શનમાં બંને બાળકીઓએ જેમ સંસ્કૃતમાં કહેવાયું છે,
यथा शिखा मयूराणां, नागानां मणयो यथा। तद् वेदांगशास्त्राणां, गणितं मूर्ध्नि वर्तते॥
જેમ નાગ ઉપર મણીનું સ્થાન છે તે જ પ્રમાણે વેદ અને શાસ્ત્રમાં ગણિતનું સ્થાન છે. રોજબરોજના જીવનમાં ગણિતનું અર્વાચીન ઋષિ મુનિના સમયથી લઈ વર્તમાન સ્પેસ વિજ્ઞાન સુધીની સફર અને મહત્વને અનુબંધિત કરી હતી. તેના હાલના આ સમગ્ર પ્રોજેક્ટને નેવી ચિલ્ડ્રન સ્કૂલના શિક્ષક જયેશભાઈ રંગવાણીએ માર્ગદર્શન આપ્યું હતું તેમ જ સંસ્થાના હેડ મિસ્ટ્રેસ લીન્સી પંચોલી મેડમ દ્વારા પ્રોત્સાહન અપાયુ હતું. તેમની આ કૃતિ વિજ્ઞાન મેળામાં સૌથી વધુ આકર્ષિત રહી હતી.
આમ ગૌરવ રૂપ એવી પ્રસ્તુતિ કરનાર બાળકીઓમાં વિજ્ઞાન, ગણિત કે પર્યાવરણ જ નહીં પરંતુ ડાન્સ, સીંગિંગ અને વકૃત્વ જેવી મલ્ટી સ્કિલ્સ પણ મોજુદ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button