
માસુમ બાળકી બાદ ધરતીપુત્ર પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના કારણે ગંભીર રીતે ઘાયલ
મકરસંક્રાંતિ પર્વના સંદર્ભે હુકમો બહાર પાડી ચાઈનીઝ દોરીના વેચાણ સંગ્રહ અને વાપરવા ઉપર તથા અન્ય પ્રતિબંધો લગાવામાં આવ્યા છે, તેમ છતાં પણ શિનોર તાલુકામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા વેચાઈ રહી છે. લોકો ચાઈનીઝ દોરીનો વપરાશ કરી રહ્યા હોવાના કારણે શિનોર ખાતે છેલ્લા 3 દિવસમાં દોરીથી ઘાયલ થવાની બે ઘટના બની છે. માલસરમાં એક માસુમ બાળકી બાદ એક ખેડૂતના ગળા પર ચાઈનીઝ દોરી ફરી વળતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
શિનોર પોલીસ દ્વારા પતંગ અને દોરાઓના વેચાણ કરતા વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તથા તુક્કલોનું વેચાણ ન કરવા સમજ પણ આપવા માં આવી રહી છે. પોલીસ દ્વારા દરોડા પાડી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તથા તુક્કલોનું વેચાણ કરતા અનેક વેપારીને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ કેટલાક વેપારી વધુ નફો મેળવવા માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય છે, જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
ગઇકાલે શિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે રહેતા ધરતીપુત્ર ભરતભાઈ પટેલ તેમના ખેતરે જવા માટે બાઈક લઇને નીકળ્યા હતા. નવાગામથી પોતાના ખેતર તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમના ગળાના ભાગે આવી ગઇ હતી. ભરતભાઈને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં તેમને ગળાના ભાગે 14 ટાંકા લેવાની ફરજ પડી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button