
દયાબેનની હાલત જોઈને ફેન્સને લાગ્યો આંચકો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 14થી વર્ષથી લોકોના દિલો પર રાજ કરી રહ્યું છે. તે ટૂંક સમયમાં જ 15 વર્ષ પૂરા કરશે. આટલા વર્ષોમાં આ શોમાં ઘણા બધા બદલાવ જોવા મળ્યા છે. ઘણા બધા કલાકારો આ શો છોડી ચૂક્યા છે. આમાં સૌથી મોટું નામ છે દિશા વાકાણી એટલે કે દયાબેનનું.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા વાકાણી પોતાના ખોળામાં એક બાળકને લઇને બેઠેલી અને પોતાની દર્દનાક કહાની સંભળાવતી જોવા મળી રહી છે. બાળક રડતો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો દયાબેનની હાલત જોઈને ભાવુક થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે આ બાળક કોણ છે અને દયાબેનની આવી હાલત કેવી રીતે થઇ?
વાયરલ વીડિયોની સચ્ચાઈ
તમને જણાવી દઈએ કે આ વીડિયો 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કે કંપની’ નો છે, જેમાં તુષાર કપૂર અને અનુપમ ખેર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં તુષારે એક પત્રકારની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના એક સીનમાં દિશા વાકાણી પોતાની આપબીતી સંભળાવતી જોવા મળે છે. તમને જણાવી દઇએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયા પહેલા ઘણા કલાકારો ફિલ્મો, સીરિયલ અને એડ્સમાં કામ કરતા હતા.
2017 પછી શોમાં જોવા મળી નથી દિશા વાકાણી
દિશા વાકાણીએ જોધા અકબર સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ, તેને ઓળખાણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી મળી હતી. તે શોમાં 2017 પછી જોવા મળી નથી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button