
પોલીસની વ્યાજખોર વિરોધી ઝુંબેશમાં ચોંકાવનારા ખુલાસા
સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના આતંક અને તેમની ચુંગલમાં ફસાયેલા અનેક લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે રાજય સરકારના ગૃહવિભાગ દ્વારા રાજ્યના તમામ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારના પોલીસ મથકો વિસ્તારમાં વ્યાજખોરો ના આતંકને ડામવા માટે ખાસ પોલીસને લોક દરબારનું આયોજન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇને વડોદરા પોલીસ કમિશનર હેઠળ આવતા તમામ પોલીસ મથકોમાં લોકદરબારનું આયોજન થઇ રહ્યું છે.
ગતરોજ રાવપુરા પોલીસ મથકમાં યોજાયેલ લોકદરબારમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલ એક વ્યક્તિએ પોતાની વ્યથા પોલીસ સમક્ષ રજૂઆત કરતા લોકદરબારમાં હાજર પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા અને રીતેષ પંચાલે પોલીસ સમક્ષ રજૂઆત કરતા જાણવ્યું હતું કે, મેં પ્રતાપસિંહ ચંદ્રાવત પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેનું વ્યાજ અને મૂડી પણ આપી દીધી છે. તેમ છતાં પ્રતાપસિંહ ચંદ્રાવત વધુ વ્યાજની માંગણી કરતા કહે છે કે વ્યાજના આપી શકે તો તારી પત્નીને સોંપી દેવાની માગ કરી હતી. રીતેષની વ્યથા સાંભળી રાવપુરા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને વ્યાજખોર પ્રતાપસિંહ ચંદ્રાવતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા રીતેષ પંચાલે ગુજરાતી જાગરણને જાણવ્યું હતું કે, અકોટા ખાતે રહેતા પ્રતાપસિંહ ચંદ્રાવત પાસેથી મેં વર્ષ 2018માં એક લાખ રૂપિયા 15 ટકા વ્યાજે લીધા હતા. જેનું દર મહિને 15 હજાર રૂપિયા વ્યાજ ચુકવતો હતો. જે વ્યાજ મેં બે વર્ષ સુધી ચુકવ્યું છે અને તેમની મૂડી પણ આપી દીધી છે મારા ડોકયુમેન્ટ્સ તેમની પાસે પડ્યા હતા.
તેમને મને બે દિવસ પછી ડોક્યુમેન્ટ્સ પરત આપવાનું કહયું હતું. બે દિવસ પછી હું ડોક્યુમેન્ટ્સ પરત લેવા ગયો ત્યારે તેમને મારો 70 હજાર રૂપિયાનો ચેક બોઉન્સ કરી મારી પર ફરિયાદ કરી હતી. મારા છેલ્લે 40-45 હજાર રૂપિયા બાકી હતા ત્યારે હું તેમને કહેવા ગયો કે તમારું વ્યાજ મને વધારે પડે છે હાલ મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે જેથી વ્યાજ ઓછું કરો ત્યારે પાર્ટી એ મને કહ્યું હતું કે મારે તારું વ્યાજ કે મૂડી પણ નથી જોઈતી તારી પત્નીને એક દિવસ માટે મને સોંપી દે તેવી માગ કરી હતી. આજે મેં રજૂઆત કરી છે, છેલ્લે કઈ નહિ થાય તો મારે ઝેર ખાઈ ને સુઈ જવાનો વારો આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button