ઊંડીખીણમાં ખાબકતા ત્રણ જવાનોના મોત

જમ્મુ-કાશ્મીરના કુપવાડા (kupwara) જિલ્લાના માછિલ સેક્ટરમાં ઊંડીખીણમાં પડી જવાથી ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. મૃતકોમાં એક જૂનિયર કમિશન્ડ ઓફિસર(JCO) પણ સામેલ છે. ભારતીય સેનાએ બુધવારે આ ઘટનાની જાણકારી આપી છે. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાન બરફના કારણે લપસીને ખીણમાં ખાબક્યા હતા.

LOC પાસે પેટ્રોલિંગ પર હતા જવાન
આર્મીએ જણાવ્યું કે દૂર્ઘટના સમયે જ્યારે જવાન LOC પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાના એક અધિકારીએ કહ્યું કે JCO અને 2 અન્ય રેન્કના જવાન માછિલ સેક્ટરમાં રુટિન પેટ્રોલિંગ પર હતા, ત્યારે જ ત્રણેય ખીણમાં પડ્યા હતાં.

શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટ કરી કહ્યું એક નિયમિત ઓપરેશન્સ ટાસ્ક દરમિયાન એક JCO સહીત 2 અન્ય જવાન ઊંડીખીણમાં પડી ગયા છે. રસ્તા પર ખૂબ જ બરફ પથરાયેલો હતો. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.

નવેમ્બર મહિનામાં પણ આવી ઘટના બની હતી
મછાલ સેક્ટરમાં આ દિવસોમાં ખૂબ જ બરફવર્ષા થઈ રહી છે. કેટલાક ભાગોમાં એક ફૂટ જેટલો બરફ જમા થઈ ગયો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ગ્લેશિયર તૂટવાના કારણે ત્રણ જવાન શહીદ થયા હતા. આ ઘટના પણ મછાલ સેક્ટરમાં ઘટી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.