લગ્નના આઠ દિવસ પહેલા યુવાનની કરપીણ હત્યા, ગઇકાલે જ લખાયા હતા લગ્ન

સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે ખાર રાખીને લગ્નના આઠ દિવસ પહેલાં જ વરરાજાની તેના ઘર પાસેજ છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. હજુ ગઇકાલે જ લગ્ન લખવામાં આવ્યા હતા. વરરાજાની હત્યા કરવામાં આવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બે હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ચોટીલા મફતિયાપરામાં રહેતા રાહુલ મનસુખ જાદવ (ઉ.વ.21) કોળી યુવાન ગઈકાલે બપોરે ઘર પાસે મિત્રો સાથે ઉભો હતો ત્યારે સુરેન્દ્રનગર(Surendranagar)ના દર્શન મનોજ વાજીપરા અને નવાબ ફિરોજ મકવાણાએ છાતીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. કોળી યુવાને ગંભીર ઈજા સાથે પ્રથમ ચોટીલા અને ત્યાથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં મોડીરાત્રે તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યાના ગુનામાં પલટાયો છે.

ચોટીલા પોલીસે આ ઘટના અંગે ચોટીલા મફતિયાપરામાં રહેતા ફોટો ગ્રાફર રાજુ ધીરૂભાઈ જાદવ (ઉ.વ.32)ની ફરિયાદ પરથી સુરેન્દ્રનગરના દર્શન મનોજ વાજીપરા નવાબ ફિરોજ મકવાણા સામે ખુનનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં મરણજનાર રાહુલ ચોટીલા મંદિર પાસે પિતા સાથે ફ્રૂટ વેચવાનો ધંધો કરતો હતો. બે ભાઈમાં મોટો રાહુલની ત્રણ વર્ષ પહેલા થાનગઢ રહેતા ધનજી બાવળિયાની પુત્રી મીના સાથે સગાઈ થઈ હતી અને ગઈકાલે જ તેના લગ્ન લખાઈને આવ્યા હતા.

આઠ દિવસ પછી તા. 18-1-23ના રોજ રાહુલના લગ્ન લખાયા હોય તેની તૈયારી ચાલી રહી હતી. ગઈકાલે રાહુલ અને તેનો પિતરાઈ ભાઈ રાજુ ધાબા પર પતંગ ચગાવતા હતા અને પતંગ ખૂટી રહેતા રાહુલ બજારમાં પતંગ લેવા ગયો ત્યારે બંને આરોપીએ તેને ઘર પાસે જ રોકી છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસની તપાસમાં રાહુલે ઈન્સ્ટાગ્રામમાં આરોપી દર્શનની પત્ની પાયલ અંગે પોસ્ટ મુકી હોય જેનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે રાહુલને અગાઉ આરોપીની પત્ની પાયલ સાથે પ્રેમ સબંધ હોય અગાઉ રાહુલે સોશિયલ મીડિયામાં રાહુલ-પાયલ લખી ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મુકી હતી.

ઈન્સ્ટાગ્રામમાં રાહુલ-પાયલ પોસ્ટ મૂકવાથી જીવ ગુમાવ્યો
ચોટીલામાં લગ્નના આઠ દિવસ પહેલા જ કોળી યુવાન રાહુલ મનસુખ જાદવ (ઉ.વ.21)ની ઘર પાસે છરીના ઘા ઝીંકી હત્યા કરવામા આવી છે ત્યારે પોલીસ તપાસમાં રાહુલ-પાયલ નામની ઈન્સ્ટાગ્રામમાં રાહુલે મુકેલી પોસ્ટના કારણે તેની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

પિતરાઈ ભાઈની નજર સામે યુવાનને પતાવી દીધો
ચોટીલા મફતિયાપરામાં રહેતા રાહુલ કોળી સાંજે પતંગ લેવા જતો હતો ત્યારે ઘર પાસે જ પિતરાઈ ભાઈ ફોટોગ્રાફર રાજુ જાદવ (ઉ.વ.32)ની નજર સામે સુરેન્દ્રનગરમાં દર્શન બાજીપરા, નવાબ મકવાણાએ ઝઘડો કરી શું કામસોશિયલ મીડિયામાં પોસ્ટ મુકે છે તેમ કહી છરીના ઘા ઝીંકી દીધા હતા.

લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો: પરિવાર શોકમગ્ન
ચોટીલાના મફતીયાપરામાં રહેતા અને મંદિર પાસે પિતા સાથે ફુલનો વેપાર કરતા રાહુલ કોળીની ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે જ સુરેન્દ્રનગરના બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. આ બનાવની કરૂણતા તો એ છે કે મૃતક રાહુલના હજુ ગઈકાલે જ લગ્ન લખાવી ને આવ્યા હતાં અને આઠ દિવસ પછી તેની જાન જવાની હતી તે પહેલા જ જીવ નીકળી જતાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે અને પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.