
રેડ કાર્પેટ પર રાજામૌલીની દેશી સ્ટાઈલ રહી ચર્ચામાં
વિશ્વના સૌથી લોકપ્રિય એવોર્ડ શો ‘ગોલ્ડન ગ્લોબ 2023’ ની ધમાકેદાર રીતે શરૂઆત થઇ ગઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એવોર્ડ મેળવવા માટે દુનિયાભરની ફિલ્મો વચ્ચે ગળાકાપ સ્પર્ધા હતી. 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં દક્ષિણની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR‘ પણ ભારતમાંથી ‘ગોલ્ડન ગ્લોબ 2023’માં સામેલ થઈ અને ફિલ્મના હિટ ગીત ‘નાટૂ-નાટૂ…’ એ ઈતિહાસ રચ્યો.
‘ગોલ્ડન ગ્લોબ 2023’ માં, દક્ષિણ સિનેમાની સુપરહિટ ફિલ્મ RRR ના તેલુગુ ગીત ‘નાટૂ-નાટૂ’ એ બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ જીત્યો છે. દર વર્ષે એવોર્ડની સાથે સ્ટાર્સના રેડ કાર્પેટ લુકની પણ ખૂબ ચર્ચા થાય છે. આ વર્ષે ‘ગોલ્ડન ગ્લોબ 2023’માં RRR ડિરેક્ટર એસએસ રાજામૌલીનો સૌથી વધુ લુક જોરદાર રહ્યો છે. તો ચાલો એક નજર કરીએ આ વર્ષના સ્ટાર્સના રેડ કાર્પેટ લુક્સ પર…

દેશી સ્ટાઈલમાં પહોંચ્યા રાજામૌલી
લોસ એન્જલસમાં આયોજિત 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત ‘નાટૂ-નાટૂ’એ માત્ર ધૂમ જ નથી મચાવી, પરંતુ તેના લુકની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. રાજામૌલીએ એવોર્ડ શોમાં પરંપરાગત ધોતી-કુર્તો પહેર્યો હતો. તે બ્લેક કુર્તા અને શેરવાની દુપટ્ટા સાથે લાલ ધોતી પહેરીને રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા.

બ્લેક શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ જોવા મળ્યો રામ ચરણ
રામ ચરણ બ્લેક શેરવાની સેટ પહેરીને ગોલ્ડન ગ્લોબ્સના રેડ કાર્પેટમાં પ્રવેશ્યો હતો. આ ખાસ રાત માટે તેણે ટર્ટલનેક કુર્તો પહેર્યો હતો. કુર્તામાં ફુલ-લેન્થ સ્લીવ્ઝ, ફ્રન્ટ હિડન બટન ક્લોઝર, બ્રોચ અને સાઇડ સ્લિટ્સ હતા. આ સાથે તેણે સ્ટ્રેટ ફિટ મેચિંગ બ્લેક પેન્ટ અને મેચિંગ શૂઝ પહેર્યા હતા. તેના લુકને વધુ વિશેષ બનાવવા માટે, રામ ચરણે ઇયર સ્ટડની સાથે સાઇડ-પાર્ટેડ બેક-સ્વીપ્ટ હેરસ્ટાઇલે તેના રેડ-કાર્પેટ લુકને ચાર-ચાંદ લગાવી દીધા હતા.

બ્લેક સૂટમાં જોવા મળ્યો જુનિયર એનટીઆરનો જલવો
‘RRR’ સ્ટાર જુનિયર NTR એ પણ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી. તેનો ઓલ બ્લેક લુક ચર્ચામાં રહ્યો હતો. એનટીઆર રેડ કાર્પેટ પર ટક્સીડો સૂટમાં જોવા મળ્યો હતો. આ સાથે તેણે સનગ્લાસ પણ પહેર્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button