રાજામૌલીની RRR ફિલ્મે રચ્યો ઈતિહાસ

રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’ દેશની સાથે-સાથે વિદેશમાં પણ ખૂબ નામ કમાઈ રહી છે. આ ફિલ્મ જાપાનથી લઈને લોસ એન્જલસ સુધીના ઘણા દેશોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023(golden globe awards)ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એસએસ રાજામૌલી(Rajamouli)ની ફિલ્મને બે અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. હવે તાજેતરમાં આ ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ'(NATU NATU SONG)ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગીત બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બર, 2022 ના રોજ 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહ માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ જીત્યા બાદ એસએસ રાજામૌલી જુનિયર એનટીઆર, રામ ચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગન ખૂબ જ ખુશ છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે.

કેલિફોર્નિયામાં યોજાઈ રહ્યો છે એવોર્ડ
રાજામૌલી, જુનિયર એનટીઆર(Juniar NTR) અને રામ ચરણ(RAM CHARAN) આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાજામૌલી ભારતીય ડ્રેસમાં જોવા મળ્યા હતા. જ્યારે જુનિયર NTR સફેદ શર્ટ સાથે બ્લેક બ્લેઝરમાં જોવા મળ્યો હતો. આ સિવાય રામ ચરણ આ દરમિયાન ફુલ બ્લેક લુકમાં હતા. કેલિફોર્નિયાની બેવર્લી હિલ્ટન હોટેલમાં ગોલ્ડ ગ્લોબ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

ફિલ્મે કરી હતી બંપર કમાણી
ફિલ્મ RRR વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 25 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે આલિયા ભટ્ટ અને અજય દેવગન સપોર્ટિંગ રોલમાં છે. આ ફિલ્મ બે મહાન ક્રાંતિકારીઓ કોમારામ ભીમ અને અલ્લુરીર સીતારામ રાજુ પર આધારિત છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની હતી, જેણે 1100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.