
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ
જામનગરમાં ગઇકાલે રાત્રે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ(Bomb Threat) હોવાની અફવાના પગલે રાત્રે ફ્લાઇટનું જામનગર એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાત્રે વિમાનનું ચેકિંગ કરવામાં આવ્યા બાદ વહેલી સવારે મુસાફરોનું ચેકિગ હાથ ધરાયા બાદ ફ્લાઇટમાં કોઇ વાંધાજનક વસ્તુ ન મળતા હાશકારો અનુભવાયો હતો. આ અંગે જામનગરના કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે 12 કલાક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. તમામ ક્લિયરન્સ મળ્યા બાદ ફ્લાઇટને ગોવા જવા માટે રવાના કરવામાં આવશે.
જામનગરના કલેક્ટર(Jamnagar Collector) સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટને જામનગર એરપોર્ટ(Jamnagar Airport) ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. બોમ્બની અફવાના કારણે આ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. ફ્લાઇટમાં 236 જેટલા પેસેન્જર અને 8 ક્રૂ મેમ્બર એટલે કે 244 પેસેન્જર હતા. આ તમામને ફ્લાઇટમાંથી બહાર કાઢીને ફ્લાઇટને ડિટેઇલ્ડ સર્ચ કરવામાં આવી હતી. ફ્લાઇટને સર્ચ કરવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત વિવિધ તપાસ એજન્સીઓ અને રાત્રે એનસજીની ટીમ પણ દિલ્હી અને અમદાવાદથી જોડાઈ હતી. સંપૂર્ણ ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સવાર સુધી તમામ પેસેન્જર, તેમના લગેજ, ચેક્ડ ઇન બેગેજ તમામની તપાસ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફ્લાઇટના સર્ચ ઓપરેશનમાં ગુજરાત રાજ્યની પોલીસ ઉપરાંત, એરફોર્સની ટીમ, આર્મી, એનએસજીની ટીમ, ફાયરની ટીમ સહિતની ટીમ જોડાઈ હતી. રાત્રે 9 વાગ્યે મેસેજ મળ્યો હતો અને પોણા દસની આસપાસ ફ્લાઈટ લેન્ડ થઇ હતી. 12 કલાકની તપાસ કામગીરી પૂર્ણ કર્યા બાદ ફ્લાઇટને ક્લીયરન્સ આપવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં મોટાભાગના પેસેન્જર રશિયન નેશનાલિટી ધરાવે છે. એટીસી અને સિક્યોરિટી એજન્સી તરફથી ક્લિયરન્સ મળ્યા બાદ ફ્લાઈટને ગોવા જવા માટે રવાના કરવામાં આવશે.

જામનગર એસપી પ્રેમસુખ ડેલુ(Jamnagar SP)એ જણાવ્યું હતું કે, એનસજી અને લોકલ પોલીસ(Jamnagar Police) દ્વારા તપાસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કોઇપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી નથી. હવે લગેજને વિમાનમાં પરત મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 11.45ની આસપાસ વિમાન ડિપાર્ચરનો સમય છે. જામનગર જિલ્લાના 600 જેટલા પોલીસકર્મીઓ, દ્વારકાના એસપી, એનએસજીની ટીમ(NSG), આર્મીની ક્યુઆરટી(Army), એરફોર્સ(AirForce)ની કમાન્ડો ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. કોણે અને ક્યાંથી બોમ્બ અંગેનો મેસેજ કરવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button