એક અનોખી બેન્ક, અહીં રોકડ નહીં તમારી ચિંતા અને સમસ્યા લઇને જમા કરાવો

રાજકોટમાં સૌરાષ્ટ્રના યુવા એક અલગ પ્રકારની બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના દરેક તાલુકાઓમાં ચિંતા બેંક શરુ કરવામાં આવશે. જેમાં દરેક તાલુકામાં લોખંડની પેટી મૂકવામાં આવશે, જે પેટીમાં સમાજના લોકો ચિંતા અને વ્યથા મૂકી શકશે. આ સિવાય યુવાનો ભાગ બને તે માટે બિઝનેસ ગ્રુપ નામ અંતર્ગત તાલીમ શાળા ખોલવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર ભરના સફળ ઉદ્યોગો યુવાનો સાથે વાર્તાલાપ કરશે તેમજ સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજે અત્યારે સુધીમાં 500થી વધુ કિસ્સાઓમાં છુટાછેડા, ભાગીદારી, ઝઘડા, વ્યવસાય, જમીન મકાન કબજો સમસ્યાનો નિવારણ કર્યું છે.

ત્રણ વર્ષથી સંસ્થા લોકોની સમસ્યાનું નિવારણ કરે છે
આ અંગે વધુ માહિતી આપતા કારોબારી સભ્ય શૈલેષ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના યુવાનો છેલ્લા ત્રણ વર્ષથી ઉત્થા માટે કામ કરી રહ્યા છે. આ સંસ્થા કોઈ નાત- જાતના વડા રાખવામાં આવતા નથી. દરેક સમાજના લોકો આ સંસ્થા સાથે જોડાય શકે છે લોકોની સમસ્યાનું નિવારણ કરે છે સમાજના અનેક લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે જેનું સમાધાન તો છે પરંતુ તેને ક્યાક પૂરતું માર્ગદર્શન સપોર્ટ નથી. આથી તેઓ અનેક મુશ્કેલીઓ અનુભવતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે આથી સૌરાષ્ટ્રભરમાં હવે ચિંતા બેંક ખોલવાનો વિચાર આવ્યો છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકામાં આ રીતની બેંક શરૂ કરવામાં આવશે અને લોકોની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

વ્યસન છોડનારા 500 લોકો આ સંસ્થાના દાતા છે
સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં ચિંતા બેન્ક કાર્યરત કરવામાં આવશે જે ચિંતા બેન્ક મારફતે લોકો પોતાની વ્યથા, મુશ્કેલી જણાવી શકશે. જે માટે સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં લોખંડની પેટી મુકવામાં આવી છે. જેમાં સમાજના લોકો પોતાની ચિંતા અને વ્યથા પેટીમાં મુકી શકશે તેમજ એજ્યુકેશન ફી, મેડિકલ, પોલીસને લગતી સહિતની સમસ્યા રજૂ કરી શકશે. યુવા સમાજ પેટીમાં આવેલી સમસ્યા હલ કરવા સંકલ્પબદ્ધ થશે તમને જણાવી દઈએ કે, વ્યસન છોડનારા 500 લોકો આ સંસ્થાના દાતા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.