
નવા બની રહેલા પુલના ખાડામાં ખાબકતા બે લોકોના મોત
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા – નવાગામ નજીક ગત મોડી રાત્રે ત્રણ બાઈક સવારો એક ખાડામાં ખાબકતા બે લોકોના મોત થયા હતા અને એકની હાલત ગંભીર હોવાથી તેઓને રાજકોટની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નવાગામ નજીક નવો પુલ બની રહ્યો છે, જેમાં બાજુમાં એક ખાડો ખોદવામાં આવ્યો હતો અને એ ખાડો મોડી રાત્રે યુવાનોને ન દેખાતા ત્રણેય યુવાનો ખાડામાં ખાબક્યા હતા.
આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે અને એક યુવાનની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. અને એ યુવાન રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે. આમ આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યાં છે.
બાઈક સવાર ત્રણ લોકો નવાગામ પાસે બનતા પુલના ખાડા ખાબકયા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું હતું અને બીજા બે ઇજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એકનું મોત નીપજ્યું હતું હાલ હજી પણ એક યુવાનની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તેઓ રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સમગ્ર અકસ્માતના બનાવને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button