“નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા કવિ સંમેલન યોજાયુ

  • મુશાયરામાં જાણીતા કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી
  • સાહિત્ય રસિકોએ અડધી રાત્રે મુશાયરો માણ્યો

પોરબંદરમાં સાહિત્ય રસિકો દ્વારા નવ જેટલી કલાઓને મંચ પૂરું પાડવા “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા શરૂ કરવામાં આવી છે અને સંસ્થા શરૂ કર્યાના બીજા કાર્યક્રમમાં ગોઢાણીયા કોલેજ ખાતે શહેર ડીવાયએસપી નિલમ ગોસ્વામીની ખાસ ઉપસ્થિતમાં કવિ સંમેલન મુશાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટય, ચિત્ર, છબીકલા સહિત નવ જેટલી કલાઓને જીવંત રાખવા અને આ તમામ કલાના સર્જકો અને કલા રસિકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા પોરબંદરના સાહિત્ય પ્રેમીઓએ સાથે મળીને “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનનું નિર્માણ કર્યું છે. આ સંસ્થા દ્વારા આગામી સમયમાં દરેક કલા માટેના કાર્યક્રમો તથા નવોદિત કલા સર્જકો માટે વર્કશોપ પણ શરૂ કરવામાં આવશે.

અડધી રાતે મુશાયરાની મોજ માણી: નવરંગ ગૃપ દ્વારા પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે રાત્રે 9 થી 12 વાગ્યા સુઘી આયોજિત મુશાયરામાં ગુજરાતનું ગૌરવ અમદાવાદથી પધારેલા કવિશ્રી કૃષ્ણ દવે, પોરબંદરના કવિ સ્નેહલ જોશી, લાખણશી આગઠ, શુભમ સામાણી અને જય પંડ્યાએ ખાસ ઉપસ્થિત રહી પોતાની રચનાઓ રજૂ કરી પોરબંદરના સાહિત્ય રસિકોને રસતરબોળ કરી દીધા હતા. ઘણા સમય પછી પોરબંદરમાં આવા સુંદર કવિ સંમેલનના આયોજનથી કલા અને સાહિત્ય સરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

કૃષ્ણ દવેએ જાણીતી રચના રજૂ કરતાં શ્રોતાઓ મંત્રમુગ્ધ: ‘ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન, નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન, રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં, આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું, આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું, અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં, આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન, દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં… કૃષ્ણ દવે

આવા સુંદર કવિ સંમેલનને સફળ બનાવવા નવરંગના પ્રમુખ લાખણશી ગોરાણીયા, સેક્રેટરી ડો. સ્નેહલ જોશી, સંયોજક લાખણશી આગઠ તથા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જય પંડ્યાએ કર્યું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.