
બસને આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર નડ્યો અકસ્માત, 4ના મોત
ગાઢ ધુમ્મસ અને ડ્રાઈવરની ભૂલ સતત આફત બનીને લોકોના જીવ લઈ રહી છે. ઉન્નાવમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર બસ ડ્રાઈવરે પાછળથી DCM વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 4 લોકોના મોત થઈ ગયા છે અને 10થી લોકો ઘાયલ થયા છે.
ડ્રાઈવરની ચૂકના કારણે સર્જાયો અકસ્માત
અકસ્માતગ્રસ્ત સ્લીપર બસ ગુજરાતના રાજકોટથી લખીમપુર ખેરી જઈ રહી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બસ ડ્રાઈવરને ઝપકી આવી ગઈ હતી તેથી તે આગળ વાહન જોઈ શક્યો ન હતો. જેના કારણે બસ સીધી DCM સાથે અથડાઈ હતી. માર્ગ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા 4 લોકોમાં 3 મહિલા અને એક પુરૂષ સામેલ છે. બીજી તરફ અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઈજા થઈ હોવાની પણ માહિતી છે. ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટર અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવી આશંકા છે કે બસ ડ્રાઈવરને ઝપકી આવી ગઈ હતી જેના કારણે બસ ઔરાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીસીએમમાં જઈ અથડાઈ હતી. આ મામલે પ્રાથમિક કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે આ સમયે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે સતત અકસ્માતની ઘટના બની રહી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button