
કિશ્તવાડમાં ભુકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ રાત્રે 11:12 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. જીલ્લાના કોઈપણ ભાગમાંથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ત્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. તે ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો. દિલ્હી-એનસીઆર ભૂકંપના સંદર્ભમાં સંવેદનશીલ વિસ્તારમાં આવે છે.
આ અગાઉ નવા વર્ષના દિવસે પણ દેશમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 1 જાન્યુઆરીએ રાત્રે 11:28 વાગ્યે મેઘાલયના નોંગપોહમાં રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે ભૂકંપનું કેન્દ્ર નોંગપોહમાં જમીનથી 10 કિમી ઉંડુ હતું.
અગાઉ 27-28 ડિસેમ્બરની રાત્રે અઢી કલાકની અંદર ઉત્તરાખંડના ઉત્તરકાશીથી નેપાળ સુધી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો નેપાળના બાગલુંગ જિલ્લામાં અનુભવાયો હતો. ત્યારબાદ ભૂકંપનો બીજો આંચકો ઢુંગાની આસપાસ અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button