
ઉત્તરથી દક્ષિણ સુધી ઠંડીનો કહેર
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી (Cold Wave)નો સામનો કરી રહેલા લોકોને કોઈ રાહત મળે તેમ લાગતું નથી. સોમવારે દિવસની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઈ હતી. ઠંડીનું મોજુ પણ લોકો પર હાહાકાર મચાવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ સુધી ઠંડીના મોજાથી કોઈ રાહત નહીં મળે.
IMD અનુસાર, ઉત્તર રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણાના ભાગોમાં બે દિવસ સુધી તીવ્ર ઠંડીની લહેર ચાલુ રહી શકે છે
દિલ્હી-યુપીમાં વિઝિબિલિટી નથી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની ચાદરને કારણે વિઝિબિલિટી નહિવત રહી છે. ભટિંડામાં વિઝિબિલિટી શૂન્ય, અમૃતસરમાં 25 મીટર, અંબાલામાં 25 મીટર, હિસારમાં 50 મીટર, દિલ્હી (સફદરગંજ)માં 25 મીટર, પાલમમાં 50 મીટર, આગ્રામાં શૂન્ય, લખનઉમાં શૂન્ય, વારાણસીમાં 25 મીટર, પ્રયાગરાજમાં 50 મીટર, પૂર્ણિયા, પટના અને બિહારના ગયામાં 50 મીટર, ગંગાનગરમાં 25 મીટર છે.
પારો વધુ નીચે જશે, ગાઢ ધુમ્મસ રહેશે
હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. મધ્ય ભારતમાં આગામી એક-બે દિવસમાં પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડી શકે છે. આ સિવાય દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાં ધુમ્મસમાં વધુ વધારો થવાની સંભાવના છે. આવી જ હાલત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળમાં રહેવાની છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button