
10મી ઈન્ટરનેશનલ મેરેથોન યોજાશે, 92,358 દોડવીરો દોડશે
વડોદરા શહેરમાં આવતીકાલે તારીખ 8 જાન્યુઆરીના રોજ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઇ રહી છે. આ મેરેથોનની દસમી આવૃત્તિ હોવાના કારણે તેને હેરિટેજ મેરેથોન નામ આપવામાં આવ્યું છે. વડોદરા શહેરના તમામ ઐતિહાસિક સ્થાપત્યોને મેરેથોનના રૂટમાં આવરી લેવામાં આવ્યા છે. વિવિધ કેટેગરીમાં આ મેરેથોન યોજાશે સવારે સાડા પાંચ વાગ્યે નવલખી મેદાન ખાતેથી રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ફ્લેગ ઓફ કરાવી મેરેથોનનું પ્રસ્થાન કરાવશે.
કોરોનાના કારણે બે વર્ષ બાદ મેરેથોનમાં લોકો દોડશે હેરિટેજ મેરેથોન માં 92,358 દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ હેરિટેજ મેરેથોન માં ફ્લેગ ઓફ કરાવી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેરેથોનમાં પાંચ કિમી ની કેટેગરી માં ભાગ લેશે અને મેરેથોનના દોડવીર નો ઉત્સાહ વધારશે AFI દ્વારા પ્રમાણિત મેરેથોન બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક એસો.ની ટેકનિકલ દેખરેખ હેઠળ યોજાશે તેમ વડોદરા મેરેથોન ના ચેરપર્સન તેજલ અમીને ગુજરાતી જાગરણ ને જાણાવ્યું હતું.

વડોદરા માં આવતી કાલે યોજાવનારી હેરિટેજ મેરેથોન ને લઈને નવલખી મેદાન ખાતે યુદ્ધના ધોરણે તમામ તૈયારીઓ ચાલી રહી છે 80 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઈ છે જેમાં નાના તંબુઓ બનાવવા બેરિકેટિંગ કરવું, સ્ટેજ ની તૈયારીઓ ઠેરઠેર બેનરો પોસ્ટરો લગાવા, પોલ ઉભા કરવા સહીત ની કામગીરી કરવામાં આવી છે ત્યારે હાલ 20 ટકા જેટલી બાકી કામગીરી ને આખરી ઓપ આપવામાં આવી ગયો છે અને ગત મોડી રાત સુધી આ તમામ કામગીરી ચાલતી રહી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button