ઘરેથી પરત ફરતી વખતે બાઈક અકસ્માતમાં પિતા-પુત્રનાં મોત; 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

ઉના તાલુકાના એલમપુર ગામે રહેતો યુવાન પોતાના માસુમ પુત્રને લઈને બેનના ઘરે આંટો મારવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ભેભા ગામ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રના કરુણ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.

બાઈક પર કાબૂ ગુમાવતા સ્લીપ થયુ બાઇક
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના એલમપુર ગામે રહેતા ભાણજીભાઈ મકવાણા પોતાના સાત વર્ષના રોહિત મકવાણા સાથે ભેભા ગામે રહેતા બેનના ઘરે આંટો મારવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે ભાણજીભાઈ મકવાણાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન પિતા બાદ પુત્રએ પણ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભાણજીભાઈ બે ભાઈમાં મોટા અને મજૂરીકામ કરતા હતા જ્યારે તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર હતો. ભાણજીભાઈ ભેભા ગામે રહેતા પોતાની બેનના ઘરે પુત્ર રોહિત સાથે આંટો મારવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે બાઈક સ્લીપ થતા પિતા પુત્રને કાળ ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગીર ગઢડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.