
હિમાચલ પ્રદેશનું આ ઘર 150 વર્ષથી છે અડિખમ
ભારત તેની સુંદરતા અને વાસ્તુકલા માટે જગવિખ્યાત છે. આજે પણ દેશના ખૂણે-ખૂણે એવી ઐતિહાસિક સાઇટ્સ છે જે વર્ષો પછી પણ અડીખમ છે. ત્યારે આજે અમે તમને હિમાચલ પ્રદેશના એક 150 વર્ષ જૂના અદભૂત ઘરની સફર કરાવીએ.
આ સુંદર ઘર હિમાચલ પ્રદેશના મંસારીમાં સ્થિત છે. અસંખ્ય ભૂકંપનો સામનો કરી ચકેલા આ ઘરને અલગ-અલગ ટેક્નિકથી બનાવવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના મંસારી ગામમાં આવેલું 150 વર્ષ જૂનું આ ઘર કાથ કુની ટેક્નિકથી બનાવવામાં આવ્યું હતું. આ ઘરનો મુખ્ય દરવાજો એક જ લાકડામાંથી બનાવવામાં આવ્યો છે.
આ ઘરમાં સૌથી વધુ લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરના ફર્સ્ટ ફ્લોરમાં જવા માટે પણ લાકડાની સીડીનો આજે પણ ઉપયોગ કરે છે.
આ ઘરના ફર્સ્ટ ફ્લોરના બેઝમાં રખાયેલાં તમામ લાકડાં એક ઝાડમાંથી જ બનાવેલાં છે. એટલું જ નહીં ઘરની દીવાલમાં પણ લાકડા અને પથ્થરનો ઉપયોગ કરાયે છે. જેને લીધે ભૂકંપના મોટેમોટા આંકચાની પણ જરાય અસર થતી નથી. જે આજના આર્કિટેક્ચર માટે એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. આ ઘરમાં એકપણ બારી નથી. છતાં આખા ઘરમાં પ્રોપર વન્ટિલેશનહોય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button