પેન્સિલ અને સંચો થશે મોંઘા, સંચા પર ભરવો પડશે વધારે જીએસટી

પેન્સિલ અને સંચા પર લાગુ થતા જીએસટીમાં એક નવી અપડેટ આવી છે. ગુજરાત ઓથોરિટી  ફોર એડવાન્સ રૂલીંગે પેન્સિલ અને શાર્પનર પર કેમ વધારે જીએસટી ભરવો પડે છે તે વિશે જણવ્યું હતું, GAAR મુજબ સંચા સાથે વેચવામાં આવતી પેન્સિલ પર વધારે જીએસટી ભરવાનો રહેશે કારણકે મિક્સ્ડ સપ્લાઈ એટલે કે ભેગા વેચાણ પર વધારે જીએસટી ભરવાનો હોય છે. જો આ બંનેને અલગ-અલગ વેચવામાં આવશે તો ઓછું જીએસટી ભરવાનું થશે. જો બે કે તેથી વધારે વસ્તુઓને એક સાથે વેચવામાં આવે છે તો એક કીમત પર એક સાથે બે વસ્તુઓનું વેચાણ થાય છે.

હવે આ બંને પર ટેક્સ લાગુ થવાની વાત કરીએ તો મિક્સ સપ્લાઈ વાળી વસ્તુઓ લાગુ થતા ટેક્સની કિંમત વધુ કિંમત વાળી વસ્તુના આધાર પર નક્કી કરવામાં આવે છે. એક રીપોર્ટ અનુસાર ગુજરાતમાં આવેલ એક પેન્સિલ મેન્યુફેકચરીંગ કંપનીએ પોતાના ઉત્પાદનોને ત્રણ અલગ અલગ પેકમાં ઉપલબ્ધ કરાવ્યા છે. એકમાં સંચા અને રબર સાથે પેન્સિલ, બીજામાં કલરિંગ બુક, પેન્સિલ, ઓઈલ પેસ્ટલ, પ્લાસ્ટિક ક્રેયોન, વેક્સ ક્રેયોન, રબર, ફૂટપટ્ટી અને સંચો અને ત્રીજામાં પેન્સિલ, રબર, ફૂટપટ્ટી અને સંચાનો સમાવેશ થાય છે.

ગત વર્ષે જુલાઈમાં જીએસટી પરિષદમાં કરવામાં આવેલી ભલામણના આધારે ફાયનાન્સ મીનીસ્ટ્રીએ સંચા પર 18% જીએસટી લાગુ કર્યો છે. GAARએ આવીશે કહ્યું હતું કે વધુ વેચાણ માટે એક વસ્તુને બીજી વસ્તુ સાથે પેકેટમાં વેચવું યોગ્ય નથી અને તે દરેક વસ્તુને સ્વતંત્ર પણ વેચી શકાય છે આથી પેન્સિલ અને શાર્પનર સાથે વેચવું તે મિક્સ સપ્લાઈ કેટેગરીમાં આવે છે આથી દરેક વસ્તુ સાથે સંચો વેચવા પર તેના પર પણ જીએસટી લાગુ પડશે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.