
ભાણવડના ગ્રીન એવન્યુ સોસાયટીના ખુલ્લા કૂવામાંથી મહાકાય નંદીનું કરાયું સફળ રેસ્ક્યુ
ભાણવડના ગ્રીન એવન્યુ સોસાયટી વિસ્તારના રાત્રીના સમયે બે નંદીઓ બાખડતા સમયે એક નંદી ત્યાં આવેલ ખુલ્લા કૂવામાં પડ્યો હોય જેની ત્યાંના રહેવાસીઓ ને વહેલી સવારે જાણ થતાં સ્થાનિકો દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ગ્રૂપને જાણ કરાઈ હતી, એનિમલ લવર્સના સભ્યો વહેલી સવારે 5 વાગ્યે જ તુરંત સ્થળ પર પહોંચી જઇ અને બે કલાકની જહેમત બાદ અત્યાધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા આ નંદીને બહાર કાઢી પ્રથમિક સારવાર અપાઈ હતી
આમ રાત્રિથી કૂવામાં પડેલા નંદીને નવજીવન અપાયું હતું. આ રેસ્ક્યુને સફળ બનાવવામાં એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના હરીશભાઈ, હરુણભાઈ અશોક ભટ્ટ, લાલુ કારાવદરા, અર્જુન ઓડેદરા, ભરત ઓડેદરા, વગેરે જોડાયા હતા.
માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અને એનિમલ્સ માટે જાન અને સમય ન્યોછાવર કરતા સભ્યોને એબીટુન્યુઝ અભિનંદન પાઠવે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button