
“નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા કવિ સંમેલન, ગુજરાતના જાણીતા કવિ કૃષ્ણ દવે મૂસાયરાની મોજ કરાવશે
- સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ
- પોરબંદરમાં તા. 7/1/2023 શનિવારે રાત્રે 9:00 કલાકે ગોઢાણીયા કોલેજ ખાતે સુંદર કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
પોરબંદરમાં સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટય, ચિત્ર, છબીકલા સહિત નવ જેટલી કલાઓને જીવંત રાખવા અને આ તમામ કલાના સર્જકો અને કલા રસિકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા પોરબંદરના સાહિત્ય પ્રેમીઓએ સાથે મળીને “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનનું નિર્માણ કર્યું છે. આ સંસ્થા દ્વારા આગામી તા. 7/1/2023 શનિવારે રાત્રે 9:00 કલાકે ગોઢાણીયા કોલેજ ખાતે સુંદર કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
■ મુશાયરાના કવિઓ :
નવરંગ દ્વારા આયોજિત મુશાયરામાં ગુજરાતના ગૌરવ સમાન કવિઓ સર્વશ્રી કૃષ્ણ દવે, સ્નેહલ જોષી, લાખણશી આગઠ અને શુભમ સામાણી પોતાની રચનાઓ રજૂ કરી પોરબંદરના સાહિત્ય રસિકોને મુશાયરાની મોજ કરાવશે.
આ કવિ સંમેલનમાં પોરબંદરના સૌ કલા અને સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહી મુશાયરાની મોજ માણવા નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણશી ગોરાણીયા, સેક્રેટરી ડો. સ્નેહલ જોશી અને સંયોજક લાખણશી આગઠે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button