
રોગીઓના અનન્ય સેવાર્થી રામદેવ મોઢવાડીયાનું JCI દ્વારા સન્માન અને બહુમાન કરવામાં આવ્યું
- જેસીઆઈ દ્વારા રામદેવભાઈ મોઢવાડીયાનું સન્માન કરાયું, હોસ્પિટલ ક્ષેત્રની સેવાકીય કામગીરી બદલ કરાયું બહુમાન
રામદેવભાઈ મોઢવાડીયાની હોસ્પિટલ ક્ષેત્રે સેવાકીય કામગીરીને ધ્યાને લઈ જેસીઆઈ પોરબંદર દ્વારા તેઓનું ડિસ્ટ્રીકટ ચેમ્બર હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
પોરબંદર વિસ્તારની કોઈપણ વ્યક્તિને ગુજરાત ભરમાં હોસ્પિટલનું કામ પડે ત્યારે એક જ નામ યાદ આવે અને એ નામ એટલે રામદેવભાઈ મોઢવાડીયા. અમદાવાદ, રાજકોટ, જામનગર કે અન્ય કોઈપણ જગ્યાએ પોરબંદર વિસ્તારના દર્દીઓને સારી સારવાર મળી રહે આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે બ્લડ મળી રહે તેવા ઉમદા કાર્ય માટે રામદેવભાઈ સતત સક્રીય રહે છે.
પોરબંદર વિસ્તારમાં સમયાંતરે સર્વરોગ નિદાન કેમ્પો તથા રક્તદાન કેમ્પઓના આયોજનો કરીને પોરબંદર વિસ્તારના દર્દીઓને સતત મદદરૂપ બનતા રામદેવભાઈ મોઢવાડીયાની આરોગ્ય ક્ષેત્રની આ વિશિષ્ટ કામગીરીને ધ્યાનમાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પૂર્વ ઝોન પ્રમુખ બિરાજ કોટેચા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અનિલભાઈ કારીયા અને ડો. સુરેશભાઈ ગાંધીના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સાહિલ કોટેચા અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button