ટ્રાન્સપોર્ટ અને મજૂરની સંયુક્ત સામાન્ય સભામાં ઠરાવ પસાર, 55 kgથી વધુનું પાર્સલ નહીં ઉપડે

૫૫ કિલોથી વધુ વજનનું પાર્સલ ઉપાડવામાં આવશે નહીં, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મજૂર યુનિયનની સંયુક્ત સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો.

૪થી જાન્યુઆરી બુધવારના રોજ સુરત કડોદરા રોડ સ્થિત આવેલ દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ નગર ખાતે સુરત ટેક્સટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનનાં હોદ્દેદારોની એક સંયુક્ત સામાન્ય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ટેકસટાઇલ માર્કેટથી આવતા મોટા અને વજનદાર પાર્સલઓ બંધ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં પાર્સલના આકાર અને વજન બંનેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ૩-૪ વર્ષ પહેલા સુધી પાર્સલનું વજન ૫૫ થી ૬૦ કિલો રેહતું હતું, જે ધીમે ધીમે વધીને ૯૦ થી ૧૧૦ કિલો થઈ ગયું છે. આ મોટા અને ભારે પાર્સલને ઉપાડવા એ મજૂરો માટે ખૂબ જ મુશ્કેલ કામ છે, જેના કારણે ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થઈ રહ્યા છે. પાર્સલના વજન અને આકારમાં વધારો થવાને કારણે મજૂરો અને ટ્રાન્સપોર્ટરો બંનેને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને શ્રમિકોનું આર્થિક અને શારીરિક શોષણ રહી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને હવે બંને સંગઠનોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે આગામી ૧૫મી જાન્યુઆરીથી મજૂરો કે ટ્રાન્સપોર્ટર્સ ૫૫ કિલોથી વધુ વજનના પાર્સલ સ્વીકારશે નહીં.

આ અંગે મજૂર નેતા અને યુનિયનના પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે માનવ અધિકાર અધિનિયમ અને ફેક્ટરી એક્ટ બંનેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કામદારો પાસે તેમની ક્ષમતા કરતાં વધુ વજનનો માલ ઉપાડવા મજબૂર કરવા જોઈએ નહીં, તેથી હવે એક નિયમ બનાવી ટેકસટાઇલ માર્કેટમાં પણ પાર્સલના વજનની મર્યાદા નક્કી કરવાની અત્યંત જરૂરિયાત છે.

આ પ્રસંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેશલે, લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, બનારસીદાસ અગ્રવાલ, યુનિયન જનરલ સેક્રેટરી દેવપ્રકાશ પાંડે, પ્રવક્તા શાન ખાન, નેહલ બુદ્ધદેવ, અનિલ ગુપ્તા, રાહુલ પાંડે, દીપચંદ પાંડે, પપ્પુ મિશ્રા, હનુમાન પ્રસાદ શુક્લા, બંગા પાંડે, દીપક તિવારી, રહીમ શેખ, લલ્લન પાંડે, મન્ટુ પાંડે સહિત મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને મજૂર યુનિયનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.