વિર માંગડાવાળો સતિ પદ્માવતીનું અદભુત નાટક ભાણવડમાં યોજાશે, મુળુભાઈ બેરા અતિથિ વિશેષ

લોકસંસ્કૃતિ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ

સૌરાષ્ટ્રની ભાતીગળ ધરતી ભાણભૂમિ ભાણવડનાં આંગણે શ્રી પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ ભાણવડના પિસ્તાલીસ જાંબાજ વિદ્યાર્થીઓ દ્રારા ભાણવડની જ ધરતીમાં બનેલી અજોડ ઇતિહાસિક સત્ય ઘટના લોકગાયક માલદે આહિરની સબળ કંઠ અને કલમે કંડારાઇ છે, સાથે ગાયક લલીતાબેન ઘોડાદ્રા અને કલાવૃંદનો સ્વર પણ સમાવિષ્ટ થયો છે. નાટકના ડાયરેક્ટર અભિનેતા શ્રી ચેતન ટાંક જોરદાર તૈયારી કરાવી રહ્યા છે.

“વિર માંગડાવાળો અને સતિ પદ્માવતી”નું અદ્ભુત અજોડ મેગા નાટક, ભવ્યાતિભવ્ય રીતે રજુઆત પામશે.

તા. ૭/૦૧/૨૦૨૩, શનિવાર ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે એક અજોડ અમૂલો અવસર લોકસંસ્કૃતિની ગૌરાંકીત ગાથાને જુવારવાનો લાખેણો અવસર.

શ્રી પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ ભાણવડ તથા તપોવન વિશ્વવિદ્યાલય ધૂમલી નામની શૈક્ષણિક સંસ્થા નોન પ્રોફેશનલ ખાનગી શૈક્ષણિક સંસ્થા તરીકે સમાજમાં ઉભરી રહી છે. શિક્ષણને વ્યવસાયલક્ષી નહીં પરંતુ સેવાલક્ષી દ્રષ્ટિએ જોવામાં આવે છે. ત્યારે આ સંસ્થા ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે સંસ્થા દ્રારા લોકસંસ્કૃતિના જતન અને જાળવણી સાથે વિદ્યાર્થીઓની આગવી કળા વિકસે એ હેતુથી કેળવણીના ભાગરૂપે ખૂબ સરસ આયોજન કરાયું છે. જેમાં રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા (સાંસ્કૃતિક વન અને પર્યાવરણના મંત્રીશ્રી) ના અધ્યક્ષ સ્થાને તથા શિક્ષણના ક્રાંતિકારી સંત શ્રી સમણ શ્રુતપ્રજ્ઞજી, જામનગરના સાંસદ પુનમબેન માડમ, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, ઇતિહાસવિદ્ નરોતમ પલાણ, ડો. જયેન્દ્રસિંહ જાદવ (શિક્ષણવિદ્) પોરબંદરના ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા, સુરેશભાઇ વેકરીયા ઉદ્યોગપતિ રાજકોટ, ડૉ. ગ્રેહામ ડાયર (પ્રોફેસર ઓફ ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ઇગ્લેન્ડ), જીલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરી, શ્રીમતી હિરલબા જાડેજા (ફસ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ), એબીટુ ન્યુઝના ડાઇરેક્ટર ભાર્ગવભાઈ અત્રિ, કલાપ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીકભાઇ ઝાપડિયા, જિલ્લાના વિવિધ હોદેદારો, કર્મચારીઓ, શિક્ષકો તેમજ જુદા જુદા મહત્વના ક્ષેત્રોના આગેવાનો સમેત મહત્વના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.

આ આયોજનની સાથે 30% ના કન્સેશન સાથે જુદા જુદા 25 જેટલા પ્રકાશનોના પુસ્તકોનો ‘ભાતિગળ પૂસ્તક મેળો’ તેમજ સરસ્વતી વોલન્ટરી બ્લડ બેંક જામનગર દ્વારા “બ્લડ ડોનેશન કેમ્પ”નું આયોજન કરવામાં આવેલ છે.

કાર્યક્રમનો સમય, સાંજે ૬:૦૦ વાગ્યાથી ૧૧:૦૦ વાગ્યા સુધીનો રહેશે. તારીખ ૦૭/૦૧/૨૦૨૨

પુરુષાર્થ શૈક્ષણીક સંકુલ- ભાણવડ

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.