
સુરતમાં રાંદેર ઝોનનો ક્લાર્ક 8 હજારની લાંચ લેતો ઝડપાયો
સુરતમાં દુકાનની આકરણી કરવા માટે 8 હજારની લાંચ લેતા રાંદેર (Rander) ઝોનનો ક્લાર્ક ઝડપાયો છે. ACB (Anti Corruption Bureau )ની ટીમે છટકું ગોઠવી ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. સુરતમાં વધુ એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ સુરતના રાંદેર વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદરે પોતાની દુકાનની આકરણી માટે રાંદેર ઝોનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નીલેશભાઈ હરેલાલ ગામીતે લાંચ માંગી હતી. કાયદેસરનું કામ કરવાનું હોવા છતાં 8 હજાર રૂપિયાની લાંચ માંગી હોય આ સમગ્ર મામલે એસીબીમાં ફરિયાદ કરાઈ હતી.
એસીબીમાં આ મામલે ફરિયાદ થતા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને ક્લાર્કને પાલનપુર પાટિયા ગણેશ મંદિર પાસે 8 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઉપરાંત ક્લાર્ક નીલેશભાઈ ગામીત છેલ્લા 10 વર્ષથી મહાનગર પાલિકામાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. એસીબીની ટીમે તેની ધરપકડ કરી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button