મોબાઇલ ટુ સ્પોર્ટસ ચિત્રસ્પર્ધા : GUJARAT

જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાઃ તારીખઃ  ૧૦ ઓક્ટોબર,૨૦૨૦ થી ૭ નવેમ્બર,૨૦૨૦

રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાઃ તારીખઃ ૨૧ નવેમ્બર,૨૦૨૦

પોરબંદર તા.૧૨, મુખ્યમંત્રીશ્રી દ્વારા યુવાધનને યોગ તથા શારીરિક રીતે સશક્ત બનાવવાના  હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે.  હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં  ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો,  ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

        આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ  હસ્તકની  ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી પોરબંદર દ્વારા સંયુક્ત રીતે “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૭/૧૧/૨૦૨૦ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ગાંધી સ્મૃતિ ભવન,કનકાઈ મંદિર પાસે,પોરબંદર ખાતે મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ.૭૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૫૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૨૫૦૦/- મુજબ ઇનામો આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ  https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબચેનલનીલીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g  પરથી મળી શકશે.