
દિલ્હીમાં હનુમાન મંદિરથી ફરીથી શરુ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra) 9 દિવસોના બ્રેક પછી આજે ફરી શરુ થશે. આ યાત્રા દિલ્હીથી શરુ થઈ હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના રસ્તે જમ્મુ-કાશ્મીર તરફ જશે. શ્રી નગરમાં લાલ ચોક પર 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી તિરંગો ફરકાવશે. જમ્મુ કાશ્મીરમાં આ યાત્રામાં ફારુક અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પણ સામેલ થશે.
આ વિસ્તારોમાં ફરશે ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra)
ભારત જોડો યાત્રા રાજધાનીના લાલકિલ્લા પાસે હનુમાન મંદિરથી શરુ થઈને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે. યાત્રા સવારે 10 વાગ્યાથી શરુ થઈ લોહેવાલા પુલ, શાસ્ત્રી પાર્ક, ગાંધીનગર, ધર્મપુરા, સીલમપુર, એસડીએમ કોર્ટ ચોક, જાફરાબાદ, મોજપુર, દયાલપુર પોલીસ સ્ટેશન, ગોકલપુરી ચોક થઈને લોની બોર્ડરથી ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે. બપોરે 12 વાગ્યે લોન નગર ટ્રાન્સપોર્ટ ડિપોમાં યાત્રાના ઝંડાને કોંગ્રેસના કાર્યકર્તાઓને સોંપવામાં આવશે.
નાજૂક વિસ્તારોથી પસાર થશે યાત્રા
રાહુલ ગાંધીની આ યાત્રા નોર્થ-ઈસ્ટ વિસ્તારના થોડા તોફાની વિસ્તારથી પસાર થઈ યૂપીમાં જશે. 2020માં અહીં તોફાનો ફાટી નીકળેલા. યાત્રાને લઈને પોલીસ એડવાઈઝરી પણ જાહેર કરાઈ છે.
ઘણી મોટી હસ્તીઓ સામેલ થશે
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને સંચાર મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીને અખિલેશ યાદવ દ્વારા લખાયેલી ચિઠ્ઠીનો ભાવ સકારાત્મક છે. જ્યાં સુધી વિપક્ષી નેતાઓની યાત્રામાં જોડાવાની વાત છે તો સમાન વિચારધારાવાળા કોઈ પણ પક્ષનો નેતા જ નહીં અલગ-અલગ હસ્તીઓ પણ આમાં સામેલ થશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button