
દગાખોર પતિ ઘરેથી પાંચ લાખની રોકડ ચોરી પ્રેમિકા સાથે ભાગી ગયો
અમદાવાદના શોલા વિસ્તારમાં એક પરિણિતાએ તેના પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તેનો પતિ પ્રેમિકા સાથે ભાગી ગયો છે અને ઘરેથી પાંચ લાખની રોકડ ચોરી લીધી છે. એટલું જ નહીં આ પતિએ તેની પ્રેમિકાને મિત્રની બહેન ગણાવીને એક સામાજીક પ્રસંગમાં હાજરી પણ અપાવી હતી.
મોબાઈલમાં ફોટો મળતા ભાંડો ફૂટ્યો
પત્નીને સોશિયલ મીડિયાની સાઈટ અને મોબાઈલમાં બંનેનો ફોટો મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સમાધાનના નામે પતિએ કેટલીય વાર માફી માગી હતી પરંતુ તે સુધરતો ન હતો. આ વખતે તો તેણે હદ વટાવી ઘરમાંથી પાંચ લાખ રુપિયા અને દાગીના લઈને પ્રેમિકા સાથે નાસી છૂટ્યો હતો.
પત્નીને કહેતો યુવતી મને જબરદસ્તી સંબંધ રાખવા કહે છે
વારંવાર પ્રેમિકા જોડે ફરીને આવીને યુવક પત્નીને મનાવવા કહેતો કે પ્રેમિકા તેને ફસાવી દેવાની ધમકીઓ આપે છે. યુવક પ્રમિકા સાથે માઉન્ટ આબુ અને મુંબઈ ફરવા પણ જતો હતો. હવે તો તે ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી પાંચ લાખ રુપિયા રોકડા અને દાગીના લઈને પ્રેમિકા સાથે નાસી છૂટ્યો છે. અંતે પત્નીએ પોલીસને આ મામલે મદદ કરવાનું કહી કેસ નોંધાયો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button