મુખ્યમંત્રીએ ઓછાં શબ્દોમાં, સારાં શબ્દોમાં ખરેખર શું કહ્યું ? કર-દર વધશે!!

જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયાને ઘણાં દિવસો વીતી ગયા, નવી સરકાર પણ રચાઈ ગઈ અને હવે આવે છે, કામની અને સૌએ સુધરી જવાની વાત. તાજેતરમાં મુખ્યમંત્રીએ કોન્કલેવ ઓફ સિટી લીડર્સને સંબોધતા, સરકારનાં વિઝન અંગે અને વિઝનને ખરાં અર્થમાં અમલી બનાવવા વિશે, જે વાત ગાંધીનગરમાં કહી એ અત્રે ઉલ્લેખનીય છે. કારણ કે, આ પરિસંવાદમાં જામનગરનાં મહાનુભાવોને પણ બોલાવવામાં આવ્યા હતા. તેઓ ગયા પણ હતાં. અને, આ જ મહિનાનાં અંતમાં જામનગર મહાનગરપાલિકાનું આગામી અંદાજપત્ર પણ રજૂ થશે. શું હશે ? આ બજેટનાં રંગઢંગ…..! તેને લઈને ચર્ચાઓ શરુ થઇ ચુકી છે.

ગત્ 30મીએ પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી દ્વારા કોન્કલેવ ઓફ સિટી લીડર્સ બોલાવવામાં આવી હતી. આ પરિસંવાદમાં જામનગર સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકાનાં મેયર સહિતના પદાધિકારીઓને તથા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને તેમ જ રાજ્યની ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતનાં સંબંધિતોને બોલાવવામાં આવ્યા હતાં અને હવે પછી રાજય સરકારનો એજન્ડા શું છે ?! કયા કામોને પ્રાધાન્ય આપવાનું છે ? હવે પછીનાં 25 વર્ષનું સરકારનું વિઝન શું છે.? વગેરે બાબતો પર મુખ્યમંત્રીએ તથા અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત સૌને ચોક્કસ મેસેજ આપ્યો, જરૂરી સંકેતો આપ્યા, ઉપયોગી માર્ગદર્શન આપ્યું અને કડક સૂચનાઓ પણ સારાં શબ્દોમાં આપવામાં આવી.

આ પરિસંવાદમાં જામનગરથી મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તથા ચીફ એકાઉન્ટન્ટ જિગ્નેશ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પરિસંવાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની આ પાંચ વર્ષની ટર્મમાં આપણે સૌએ ગુજરાતનાં વિકાસનાં આગામી 25 વર્ષનાં અસરકારક વિઝન સાથે આગળ વધવાનું છે. એ માટે તમામ શહેરોમાં ભૂગર્ભ ગટર, પાણી, આવાસ યોજના સહિતનાં મહત્વનાં કામોની 25 વર્ષની બ્લ્યુ પ્રિન્ટ ઘડી કાઢવાની રહેશે અને તેની પ્રથમ ઝલક આગામી વર્ષ 2023/24નાં નાણાંકીય બજેટમાં પ્રતિબિંબીત થવી આવશ્યક છે. Gujrattak સાથેની વાતચીતમાં મેયર બિનાબેન કોઠારીએ આમ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, આ માટે રાજય સરકારમાંથી વિવિધ ગ્રાન્ટસ મળતી રહેશે અને સા-થેસાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ વિકાસકાર્યો માટે આવકો વધારવા પર પણ ધ્યાન આપવાનું રહેશે, એમ મુખ્યમંત્રીએ પરિસંવાદમાં જણાવ્યું હતું. મેયરે વધુમાં જણાવ્યું છે કે, એક અર્થમાં આ પરિસંવાદ તમામ શહેરોની કામગીરીની રિવ્યૂ બેઠક હતી.

તો સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયાએ કહ્યું કે આ બેઠકમાં જરૂરી રીવ્યુ અને શહેરના આગામી વર્ષોમાં વિકાસ કામો અંગેનું વિસ્તૃત માર્ગદર્શન અમોને પ્રાપ્ત થયું છે.તે માર્ગદર્શન મુજબ આગામી વર્ષોમાં શહેરના વિકાસને કઈ રીતે વધુ વેગ મળે અને જે કોઈ પ્રશ્નો છે તેનું હકારાત્મક નિરાકરણ થઇ શકે તે દિશામાં અમે અને અમારી ટીમ આગળ વધીશું.

મુખ્યમંત્રીએ ઓછાં શબ્દોમાં, સારાં શબ્દોમાં ખરેખર શું કહ્યું ?

ગાંધીનગરમાં યોજાયેલાં આ પરિસંવાદમાં ખરેખર તો મુખ્યમંત્રીએ એક અર્થમાં જામનગર સહિતની તમામ મહાનગરપાલિકાઓને સાનમાં એમ સમજાવ્યું કે, સરકારમાંથી મળતાં નાણાંનો કોર્પોરેશનોએ, નગરપાલિકાઓએ  યોગ્ય અને પરિણામલક્ષી ઉપયોગ કરવાનો રહેશે. નાણાંનો વેડફાટ અટકાવવાનો રહેશે. આવકનાં નવા સ્ત્રોતો વિકસાવવા જોઈશે. જરૂર પડ્યે કર-વેરાઓ વધારી શકાશે. કર-વસૂલાત ઝડપી અને એકધારી બનાવવી જરૂરી રહેશે. અને, વિકાસકામોની ગતિ વધારવી જોઈએ તથા શહેરોનું પ્લાનિંગ અદભૂત બનાવવું જોઈએ, અત્યંત આધારભૂત સૂત્રોનાં કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીએ પરિસંવાદમાં આમ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આગામી સમયમાં ‘આત્મનિર્ભર’ બનવું પડશે. રાજય સરકાર પરનું નાણાં અવલંબન લાંબો સમય ચાલી શકે નહીં.

મુખ્યમંત્રીની આ ગર્ભિત તાકીદનો અર્થ એવો પણ કરી શકાય છે કે, જામનગર સહિતની મહાનગરપાલિકાઓએ આવકો વધારવા કર-દર વધારા સહિતનાં ઉપાયો, આગામી(આ મહિનાનાં અંતમાં આવનારા)બજેટમાં અપનાવવા પડશે. એટલે કે, આગામી બજેટમાં જામનગરમાં વેરાવધારો પણ આવી શકે છે !? આપણે સૌએ તૈયાર રહેવું પડશે.

જો કે બજેટમાં વેરાવધારાની સંભાવનાઓ અંગે મેયર બિનાબેન કોઠારીએ કહ્યું છે કે, આગામી સમયમાં કમિશનર તરફથી કર-દર ફેરફાર અંગે શું દરખાસ્ત આવે છે ? તેનો અભ્યાસ કરી, યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત મેયરે એમ પણ જણાવ્યું હતું કે, વેરા વસૂલાત પણ અસરકારક રીતે હાથ ધરવામાં આવશે. જો કે હાલમાં પણ આ કામગીરી ચાલી રહી છે જ. નગરજનો, અત્રે એ પણ નોંધનીય છે કે કોર્પોરેશનની કરોડોની વેરા વસૂલાત લાંબા સમયથી બાકી છે ! જેમાં સરકારી ઈમારતો પાસેથી વસૂલવાના વેરાઓનો પણ સમાવેશ થાય છે.જે દિશામાં પણ આવનાર સમયમાં વધુ કાર્યવાહી થશે તેમ જાણવા મળે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.