ફિલ્ડરે બાઉન્ડ્રી બહાર જઈ પકડ્યો શાનદાર કેચ

ઓસ્ટ્રેલિયાની ટી-20 લીગ બિગ બેશ લીગમાં માઈકલ નેસરે (Michael Neser) પકડેલો કેચ આજે ખૂબ જ ચર્ચામાં છે. સિડની સિક્સર્સ અને બ્રિસબેન હીટ વચ્ચેની મેચમાં જોર્ડન સિલ્કે એવો શોટ ફટકાર્યો કે બોલ બાઉન્ડ્રીની બહાર જઈને પડેત પરંતુ નેસરે શાનદાર રમત દાખવતા બાઉન્ડ્રી લાઈનની અંદર જઈ કૂદીને બોલને બાઉન્ડ્રી બહાર મોકલ્યો અને કેચ ઝડપ્યો. એમ્પાયરે આ કેચને પ્રમાણિત માનીને ખેલાડીને આઉટ આપ્યો હતો પરંતુ ક્રિકેટ વિશેષજ્ઞો આ બાબતે ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે. ક્રિકેટ ચાહકો વચ્ચે આ કેચ માન્ય છે કે નહીં તેના પર ખૂબ મતમતાંતરો થઈ રહ્યા છે.

જોર્ડન સિલ્કે મેચ પલટી નાખી હતી
સિડની સિક્સર્સ અને બ્રિસબેન હીટ વચ્ચેની આ મેચ હાઈ સ્કોરિંગ રહી હતી. બ્રિસબેન હીટે પહેલા બેટિંગ કરતા 224 રન બનાવ્યા હતા અને ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી સિડની સિકર્સની ટીમ 209 રન જ બનાવી શકી. જોર્ડન સિલ્કે એક સમય માટે મેચ પલટી નાખી હતી પરંતુ તેના કેચના કારણે સિડની સિકર્સ મેચમાંથી બહાર થઈ ગયું

કેચના કારણે વિવાદ જામ્યો
સૌ પ્રથમ નેસરે બાઉન્ડ્રી લાઈનની અંદર જઈ કૂદીને બોલને બાઉન્ડ્રીની બહાર મોકલ્યો, પછી નેસર કૂદીને ગ્રાઉન્ડ પર આવી બોલને ઝડપી લીધો. એમ્પાયરે આ જોયા પછી જોર્ડનને આઉટ આપ્યો. ત્યાર પછીથી ઉગ્ર ચર્ચા ચાલી રહી છે કે આ આઉટ નહોતો.

નિયમ શું કહે છે?
મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા નિર્ધારિત નિયમ 19.5.2 અનુસાર પ્લેયર અને બોલનો સંપર્ક બાઉન્ડ્રીની અંદર થવો જોઈએ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.