
મકાનમાં આગ લાગતા પરિવાર હોમાયો
અમદાવાદના શાહપુરમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં દંપતી અને તેમના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મૂજબ પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો ત્યારે આગ લાગી હતી અને ઘરમાં ધૂમાડો ફેલાયો હતો અને આ ધૂમાડાના કારણે ત્રણેયના મોત નીપજ્યાં છે.
ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
પરોઢીયે 5.44 વાગ્યે ફાયર બ્રિગેડને ફોન આવ્યો હતો. શાહપુર દરવાજા નજીક માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલ ન્યુ એચ કોલોનીના એક મકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી.
પરિવાર ઉંઘમાં હતો ને આગ લાગી
પરોઢિયે દંપતી અને બાળક જ્યારે ઉંઘમાં હતું, ત્યારે આગ લાગી હતી. ઉંઘમાં હોવાના કારણે પરિવારને જાણ પણ ન થઈ કે ઘરમાં આગ લાગી છે અને ધુમાડાના કારણે ત્રણેયના મોત નીપજ્યા.
અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button