
દાહોદ: જનસંપર્ક અધિકારી લ કે. પી. મકવાણાનો વિદાય સમારોહ યોજાયો
માહિતી અને અહેવાલ: શાર્દુલ ગજ્જર દાહોદ, તા. ૩૧ : જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જનસંપર્ક અધિકારી કે.પી. મકવાણાનો આજે વયનિવૃત્તિથી વિદાય સમારોહ નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેઓને નાયબ મામલતદાર કક્ષામાંથી હાલોલ ખાતેથી બઢતીથી મામલતદાર કક્ષામાં પ્રમોશન મળતા ગત તા. ૨૧-૮-૨૨ ના રોજ દાહોદ ખાતે હાજર થયા હતા. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ લુણાવાડા ખાતે કલાર્ક તરીકે કર્યો હતો અને વર્ષ ૨૦૦૪ થી નાયબ મામલતદાર કક્ષામાં બઢતી મેળવી હતી. તેમણે ૩૬ વર્ષ સુધીની સુદીર્ધ સેવાઓ સરકારી કર્મચારી તરીકે મહેસુલ વિભાગમાં નિભાવી હતી. આ વેળા નાયબ કલેક્ટર (મ.ભો.યો.) ફાલ્ગુન પંચાલ, નિવૃત નાયબ કલેક્ટર, દાહોદ એમ.એમ. ગણાસવા તેમજ કલેક્ટરેટના તમામ નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button