સુરતમાં થર્ટી ફસ્ટને લઈને પોલીસ એલર્ટ મોડમાં

વીતેલા વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને વેલકમ કરવા લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દેશ અને દુનિયામાં થર્ટી ફસ્ટની ભવ્ય ઉજવણી થશે. ત્યારે થર્ટી ફસ્ટને લઈને સુરત શહેરમાં પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરના તમામ મેઈન જંકશન પોઈન્ટ તેમજ એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા ચુસ્ત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી થર્ટી ફર્સ્ટની જાહેરમાં અને રંગારગ ઉજવણીને નિયંત્રણોનું ગ્રહણ નડી ગયું હતું. તે સામે આ વર્ષે થર્ટી ફર્સ્ટને લઈને સુરતીઓ તલપાપડ થઇ રહ્યા છે. કોરોનાની ચિંતા-ચર્ચા વચ્ચે અને તેમાં પણ શનિવાર એટલે કે વિકએન્ડ હોય પાર્ટી રસિયાઓમાં ઉત્સાહ બમણો થઇ ગયો છે.

જે આખું શહેર થર્ટી ફસ્ટની ઉજવણીમાં મગ્ન થઈ જશે તો બીજી તરફ સુરત શહેરમાં પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે વહન ચેકિંગ સઘન કરી દેવામાં આવ્યું છે. શહેરના એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ અને જ્યાં પબ્લિકની અવર જવર વધુ હોય ત્યાં બ્રેથ એનેલાઈઝર સાથે લોકોને ચકાસવા અને વાહન ચેકિંગની કામગીરી સઘન કરવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી થઇ રહી છે.

પોલીસ દ્વારા મુખ્ય કઈ કામગીરી કરાઈ રહી છે

  1. સુરત શહેરમાં પ્રવેશવાના રસ્તાઓ પરની ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધી કલોક પોલીસ તપાસ થશે
  2. નશાખોરોને પકડવા ચેકિંગ દરમ્યાન બ્રીથ એનાલાયઝરનો વધુ ઉપયોગ કરાશે
  3. ફાર્મ હાઉસમાં પાર્ટીઓની ઉજવણીની શક્યતા હોય તે વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ થશે
  4. રીવરફ્રન્ટ, વેસુ, ડુમસ, સુવાલી અને અન્ય વિસ્તારોમાં ભીડ થાય ત્યાં બંદોબસ્ત રહેશે
  5. વિવિધ માર્ગો ઉપર વાહન ચેકિંગ થશે, સ્ટંટ કરનારા બાઈકર્સ પર ખાસ નજર રહેશે
  6. ઉજવણી વેળાએ શી ટીમની મહિલા પોલીસકર્મીઓ સાદા પહેરવેશમાં તૈનાત રહીને વોચ રાખશે

ડીસીપી સાગર બાગમરે એ જણાવ્યું હતું કે થર્ટી ફસ્ટને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે મેઈન જંકશન પોઈન્ટ તેમજ એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ અને જ્યાં પબ્લિકની જ્યાં ભારે અવર જવર હોય છે ત્યાં ચુસ્ત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરાઈ રહી છે આ ઉપરાંત ચુસ્ત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનમાં કોઈ વાંધા જનક વસ્તુઓ મળે અથવા નશો કરેલી હાલતમાં વ્યક્તિ મળે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.