
નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ, 2ના મોત
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે. ઘટનાને લઈને એમ્બ્યુલન્સ તેમજ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં દેખરેખ રાખનાર પતિ-પત્નીના મોત નીપજ્યા છે. આ દંપતિ મૂળ રાજસ્થાનનું હોવાનું જણાઈ રહ્યું છે.
આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. મળતી માહિતી પ્રમાણે આ હોસ્પિટલમાં દર્દીને માત્ર સારવાર આપવામાં આવતી હતી, કોઈને દાખલ કરવામાં આવતા ન હતા. હોસ્પિટલના દેખરેખ માટે સિક્યુરિટી અને તેના પત્ની હોસ્પિટલમાં રહેતા હતા અને આગના ધુમાડાના કારણે બંનેના કરુણ મોત નીપજ્યાં છે.
અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button