
મોદીની માતાના નિધન પર જૉ બાઇડને શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું ગઈકાલે વહેલી સવારે નિધન થયું હતું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાઈઓ સાથે હીરાબાના પાર્થિવ દેહને મુખાગ્ની આપી અંતિમ સંસ્કાર કર્યા હતાં. PM મોદીના માતાનું નિધન થતાં વિશ્વભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્વીટ કરી શોક કરી લખ્યું હતું કે, ‘જિલ અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધન પર પોતાની સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થના વડાપ્રધાન અને તેમના પરિવાર સાથે છે.’
>> માતાના નિધનથી મોટું કોઈ નુકસાન હોઈ શકે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માના નિધન પર મારા તરફથી શોક સંવેદનાઓઃ શહબાઝ શરીફ, વડાપ્રધાન-પાકિસ્તાન.
>> વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હું તમારા માતાના નિધન પર સંવેદના રજૂ કરું છું. તેમની આત્માને શાંતિ મળેઃ ફુમિયો કિશિદા, વડાપ્રધાન-જાપાન.
>> દુખના આ સમયમાં હું વડાપ્રધાન મોદી અને પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છુંઃ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, વડાપ્રધાન-નેપાળ.
>> વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું નિધન થતાં દુખ થયું. દુખના આ સમયમાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છેઃ રાનિલ વિક્રમસિંઘે, રાષ્ટ્રપતિ-શ્રીલંકા.
>> વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું નિધન થતાં દુખ થયું છે. PMને અમારી સંવેદના અર્પિત કરું છું. આ સમયે બોધગયામાં તેમના માટે પ્રાર્થના કરીશ. પોતાના દીકરાને મહાન દેશના વડાપ્રધાન પદ પર જોઈ તેમને ગર્વ થયો હશેઃ દલાઈ લામા, તિબ્બતી આધ્યાત્મિક નેતા.
અમેરિકી દૂતાવાસે ટ્વીટ કરી કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધન પર સંવેદના છે. તેમણે એક મજબૂત મહિલા તરીકે યાદ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર માટે શાંતિની કામના કરી છે.
સિંગાપોરના ઉચ્ચાયુક્તે ટ્વીટ કરી કહ્યું કે, દુખની આ ઘડીએ અમારા દેશની સંવેદના. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પરિવાર સાથે છીએ.
>> સૌથી મોટા નુકસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે મારી સંવેદના. અમને ખૂબ જ દુખ થયું. મારું દિલ ભાંગી પડ્યું, ઓમ શાંતિઃ ડેનિસ અલીપોવ, રાજદૂત-રશિયા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button