પોરબંદર જિલ્લા પંચાયત ભવન ખાતે PC-PNDT એક્ટ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક મળી

પોરબંદરમાં પી.સી. એન્ડ પી.એન. ડી. ટી. કાયદા અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી કમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લામાં જન્મ સમયે દીકરીઓના જાતિ પ્રમાણદર અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સોનોગ્રાફી દ્વારા જાતીય ચકાસણી કરતું હોય તો તેની જાણ PC & PNDT સેલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પોરબંદરના ઇ મેઇલ pcpndtporbandar@gmail.com અથવા સરકારશ્રીના બેટી વધાવો પોર્ટલ પર ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં સમાજમાં દિકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ દૂર થાય તે હેતુથી વિવિધ IEC પ્રવૃતિઓ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત PNDT અંતર્ગત રજિસ્ટર્ડ હોસ્પિટલ/ક્લિનિક ખાતે ડિકોઈ ઓપરેશન હાથ ધરવા અને સગર્ભાનું જાતીય પરીક્ષણ કરતા કલીનિકો સામે કડક પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. SM દેવ, કમિટીના ચેરપર્સન ડો. સુરેખાબેન શાહ, કમિટીના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર તાલુકા જીમ સેન્ટરમાં ટ્રેનર માટે અરજીઓ મંગાવાઇ

પોરબંદર.તા.૩૦, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી–પોરબંદર તથા નગરપાલિકા પોરબંદરના  સહયોગથી  તાલુકા મથક પર “તાલુકા જીમ સેન્ટર પોરબંદર”- પોરબંદર ખાતે કાર્યરત  છે. જેમાં એક જીમ ટ્રેનર (ભાઈઓ માટે) અને એક જીમ ટ્રેનર (બહેનો માટે) એમ કુલ બે જીમ ટ્રેનરોની  અલગ-અલગ જગ્યા હંગામી ધોરણે ભરવાના થાય છે. (બહેનો માટે મહિલા જીમ ટ્રેનરોએ જ અરજી કરવી)

જેની લાયકાત ૧૦ પાસ પદવી હોવી જોઈએ, જીમ ટ્રેનર તરીકે ઓછામાં ઓછા ૫ વર્ષના અનુભવી ઉમેદવારો જ આ જગ્યા માટે અરજી કરી શકશે. તથા શારીરિક શાખાઓમાં મેળવેલ પદવીઓને ધ્યાને લેવામાં આવશે. પગાર ધોરણ કામની કલાકો મુજબ નક્કી કરવામાં આવશે.(આ જગ્યા હંગામી છે. કાયમી નથી તેથી કોઈ ઉમેદવાર કાયમી માટે હક દાવો કરી શકશે નહિ.), તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં ફોર્મ કચેરી ખાતેથી મેળવી ભરીને પરત આપવાના રહેશે.( કચેરી સમય દરમ્યાન) ફોર્મ મેળવવાનું તેમજ પરત કરવાનું સરનામું : જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, “ગાંધી સ્મૃતિ ભવન” કનકાઈ મંદિરની પાસે, ચોપાટી રોડ ,પોરબંદર. ખાતેથી ફોર્મ મેળવી પરત જમા કરવાનું રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ આપવામાં આવશે નહિ તેમજ પરત સ્વીકારવામાં આવશે નહિ.

આ તમામ ભરતી  પ્રકિયામાં આખરી નિર્ણય “ પોરબંદર તાલુકા જીમ સેન્ટર કમિટીનો રહેશે. જેની સામે કોઈ હક દાવો કે કોર્ટમાં પડકાર કરી શકાશે નહિ તેમ એક યાદીમાં જણાવાયું છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.