
મેં તમારી પાછળ આખી જીંદગી ખર્ચી નાંખી…!! અનન્ય માતા હીરાબા
મેં તમારી પાછળ આખી જીંદગી ખર્ચી નાંખી, મારી કેરિયર છોડી દીધી, મારા શોખને બાજુમાં મૂકી દીધા-હવે તમારો વારો…!” આવું કહેનારી મમ્મીઓને “હીરાબા” નહીં સમજાય.
દિકરો એક કંપનીમાં સામાન્ય મેનેજર હોય તોય માઁ છાતીભેર કહેતી હોય- “અમારા દિકરાનો તો વટ પડે…!” સંતાનોને ભણાવી-ગણાવી મોટા કરી-ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડવામાં પોતાનો સિંહફાળો છે એવું સમજતી ઘણી મમ્મીઓ સંતાનોનાં હોદ્દાને એનકેશ કરવામાં પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજતી હોય !
હીરાબાનો દિકરો દેશનો પ્રધાનમંત્રી છે, આખું વિશ્વ દિકરાની વાતો સાંભળતું હોય, એને માનતું હોય અને છતાં “હીરાબા”એ ક્યારેય વટ પાડ્યો નહીં? એમને અધિકાર હતો તોય !
સંઘર્ષ દરેક માણસ કરતો હોય છે, દરેક માઁ કરતી હોય છે, પણ હીરાબાએ ક્યારેય પોતાનાં સંઘર્ષને એનકેશ કર્યો નહીં. ઘણાં કલેક્ટર્સ, કમિશનરની પત્નીઓ કે મમ્મીઓ લાલ લાઇટવાળી ગાડીમાં શાક ખરીદવા કે શોપિંગ કરવા નીકળતી હોય છે, આપણાં દેશનાં પ્રધાનમંત્રીશ્રીનાં માતા મત આપવા રિક્ષામાં ગયેલા ! સાદગી અને સંઘર્ષ એમનેમ નથી આવતા, એ લોહીમાં ઉતરતા હોય છે !
દરેક દિકરો નરેન્દ્ર મોદી નથી બની શકતો એનું એક કારણ એ પણ છે કે દરેક માતા હીરાબા નથી બની શકતી !
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button