
રામવાવ-સીમર-રોજીવાડામાં વાહનોની અવર જવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા
રામવાવ – સીમર – રોજીવાડા રસ્તાના સી.સી. રોડ બનાવવાનો હોય આ કામગીરી માટે વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવતું તેમજ વૈકલ્પિક રસ્તાઓ દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.કે.જોષીને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે, રામવાવ – સીમર – રોજીવાડા રસ્તાના સી.સી. રોડ બનાવવાનો હોવાથી ગામમાંથી પસાર થતા રસ્તાને બંધ કરવો જરૂરી હોય તથા વાહનોનો ટ્રાફિક ડાઇવર્ટ કરવા વૈકલ્પિક રૂટ પોરબંદરથી આવતા વાહનોએ મજીવાણા – મોરાણા રોડનો ઉપયોગ કરવા, સીમર તરફથી આવતા વાહનોએ પોરબંદર જવા માટે મોરાણા – મજીવાણા રોડનો તેમજ અડવાણા તરફ જવા માટે ભોમિયાવદર – સોઢાણા રોડ થઈ જવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button