પંચમહોત્સવનો ચોથો દિવસ, લોકગાયક ધર્મેશ બારોટ અને અભિતા પટેલ દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ

માહિતી અને અહેવાલ શાર્દુલ ગજ્જર આજરોજ તા.૨૯ ડિસેમ્બરના રોજ લોકગાયક પાર્થ ઓઝા સંગીત સંધ્યા રજૂ કરશે, મુખ્ય કાર્યક્રમ રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજરોજ પંચમહોત્સવના ચોથા દિવસે લોકગાયક ધર્મેશ બારોટ અને અભિતા પટેલ દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી. શ્રી વિજાનંદ દ્વારા રાવણહથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું. સુશ્રી આસ્થા પટેલ હાલોલ દ્વારા ભરતનાટ્યમ રજુ કર્યુ હતું. સ્થાનિક લોક ગાયકશ્રી કાર્તિક પારેખ અને રુદ્રાક્ષ મ્યુઝિક ગ્રુપ દ્વારા સંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. અહીં નોધનીય છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે. આ પ્રસંગે હાલોલ ધારાસભ્ય જયદ્રહસિંહ પરમાર, અધિક જિલ્લા કલેકટર એમડી ચુડાસમા, પ્રાંત અધિકારી હાલોલ સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.